બેદરકારી:ડિંડોલીના ઘવાયેલા બાળકને સ્મીમેરે દાખલ ન કર્યો, સિવિલ મોકલી આપ્યો

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • બાળક દાદર પરથી પટકાતા ગંભીર ઈજા થઇ હતી
  • સિટીસ્કેન બંધ હોવાનું કહ્યું, પ્રાઈવેટ એમ્બ્યુલન્સથી સિવિલમાં ખસેડાયો

ડિંડોલીમાં દાદર પરથી પટકાતા ગંભીર રીતે ઘવાયેલા બાળકને સ્મીમેર હોસ્પિટલમાંથી સિટીસ્કેન બંધ હોવાનું કહી સિવિલ હોસ્પિટલ મોકલી અપાયો હતો. સ્મીમેર હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ ન મળતા પરિવારે પ્રાઈવેટ એમ્બ્યુલન્સ મંગાવવી પડી હતી. જેમાં પ્રથમ 2 વખત ઓક્સિજન વગરની એમ્બયુલન્સ આવી.

કલાક બાદ ત્રીજી એમ્બ્યુલન્સમાં 2 હજારનું ભાડુ આપીને બાળકને સિવિલ ખસેડાયો હતો. ત્યારે સ્મીમેર ઓક્સિજન સિલીન્ડર સહિતની એક પણ ઈમરજન્સી એમ્બ્યુલન્સ પણ ન મળતા હોસ્પિટલના વહીવટી તંત્ર સામે સવાલો ઉભા થયા છે.ડિંડોલી રઘુકુળ નગર ખાતે રહેતા અમલેશ યાદવનો 4 વર્ષીય પુત્ર ઓમકાર ઘરના દાદર પર બપોરે રમતો હતો.

ત્યારે અકસ્માતે દાદર પરથી પટકાતા માસુમ ઓમકારને માથામાં અને પગમાં ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે તાત્કાલિક તેના પિતા અને કાકાએ સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. કેસ પેપર કઢાવી અોમકારને ઈમરજન્સીમાં લઈ ગયા ત્યા હાજર તબીબે તેમને સિટીસ્કેન કરાવવું પડશે અને સ્મીમેરમાં સિટીસ્કેન બંધ હોવાનું કહી સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું. જો સ્મીમેરમાં સારવાર કરાવવી હોય તો બાળકને કઈ પણ થાય તેની જવાબદારી પરિવારની રહશે તેવી લેખીતમાં બાહેધરી આપવા કહ્યું હતું. જેથી પરિવારે સિવિલ લઈ જવા તૈયારી બતાવી હતી.

મશીન બંધ હોવાથી સિવિલ મોકલ્યો
આરએમઓ ડો.દિનેશ કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે સવારે સિટીસ્કેન મશીનમાં ટેક્નિકલ ખામીના કારણે મશીન બંધ હતું. બાળકને દાખલ કરવા માટે આઈસીયુમાં બેડની વ્યવસ્થા પણ થઈ ગઈ હતી. પરંતુ પરિવાર સિટીસ્કેન કરાવવા માટે સિવિલ લઈ જવા માંગતું હોવાથી બાળકને મોકલ્યું હતું. એમ્બ્યુલન્સની સુવિધા તો છે પરંતુ પ્રાઈવેટ એમ્બ્યુલન્સમાં કેમ લઈ ગયા તેનો ખ્યાલ નથી.

બે હજાર ચૂકવી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ લીધી
સ્મીમેરમાંથી પરિવારને પ્રાઈવેટ એમ્બ્યુલન્સ માટે કહેવાયું હતું. 1કલાક બાદ ઓક્સિજની સુવિધા વાળી એમ્બ્યુલન્સ મળતા તેનું 2 હજાર ભાડુ ચૂકવી બાળકને સિવિલ લવાયો હતો. સ્મીમેર પાસે ઈમરજન્સીમાં અન્ય હોસ્પિટલમાં દર્દીને લઈ જવા સુવિધાયુક્ત એમ્બ્યુલન્સ ન હોવાનું સામે આવ્યું છે.

​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...