તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનતા કર્ફ્યુ: સુરતમાં અફવાથી દૂર રહી રોજિંદા સમયની જેમ જ લોકો દૂધ લેવા નીકળ્યા, સોસાયટીઓ ગેટ બંધ કર્યા 

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: સુરત કોરોના સામે ફરી એકવાર સજ્જડ સાબિત થયું છે. સુરતીઓએ ભારતમાં આયાત થયેલી આ માહામારી સામે લડી લેવા સરકારની અપીલનું પાલન કરી રહ્યા છે. ચુસ્ત પણે કરફ્યુનો અમલ કરતા લોકોએ પોતપોતાની સોસાયટીઓ ગેટ બંધ કરી વાઇરસ સામે રક્ષણની જાગૃતતાનું ઉદાહરણ આપ્યું છે. તો બીજી બાજુ આજે સવારે લોકો આ જીવલેણ વાઇરસ સામે વાઇરલ થયેલી અફવાથી દૂર રહી રોજિંદા સમયની જેમ જ દૂધ લેવા નીકળ્યા હતા.
સુમુલના લગભગ તમામ ડેપો ઉપર એકલ દોકલ વ્યક્તિ
સુરત અડાજણ વિસ્તારના સુમુલના લગભગ તમામ ડેપો ઉપર એકલ દોકલ વ્યક્તિઓ દૂધ લેવા આવી રહ્યા હતા. હા શનિવારની રાત્રે અફવાઓએ જોર પકડતા લોકો ડર ના માર્યા દૂધ નહિ મળે એ વિચારથી લાઇન લગાડી દીધી હતી. લગભગ 1500 કેરેટ દૂધ માત્ર એલ પી સવાણીના સુમુલના ડેપો પરથી વેચાણ થયું હોવાનું ડેપોર્ન કર્મચારીએ જણાવ્યું હતું. જોકે ત્યારબાદ અફવાઓથી દુર રહેવા અને સરકાર દ્વારા અનાજ કરીયાણા, દૂધ, દવા જેવા તમામ સ્ટોર ચાલુ રાખવાનો આદેશ હોવાનું ગ્રાહકોને જણાવતા લોકો જાગૃત થયા હતા. જેની અસર આજે સવારે દેખાય હતી.

અન્ય સમાચારો પણ છે...