તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમોસમી વરસાદ:સુરતના છુટાછવાયા વિસ્તારમાં પરોઢિયે ઝરમર વરસાદ, તાપી-સોનગઢમાં માવઠું

સુરત15 દિવસ પહેલા
 • કૉપી લિંક
સોનગઢમાં માવઠું - Divya Bhaskar
સોનગઢમાં માવઠું
 • આજે વાદળછાયુ વાતાવરણ રહેશે, બફારો વધશે

રવિવારે શહેરમાં હળવા વરસાદની આગાહી વચ્ચે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જો કે, નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. માત્ર મળસ્કે કેટલાક વિસ્તારમાં સામાન્ય ઝરમર વરસાદ થયો હતો. તાપી-સોનગઢમાં માવઠું થયું હતું. શહેરમાં બપોર પછી ઉઘાડ નીકળતા અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયા હતા. આજે એક જ દિવસમાં દોઢ ડિગ્રી તાપમાન વધતાં ફરી એકવાર આકરી ગરમી શરૂ થઇ છે. આવતીકાલે વાદળછાયુ વાતાવરણ રહી શકે છેે. જેથી તાપમાનમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી શકે છે.

શહેરનું મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી અને લઘુત્તમ 27.6 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 1.4 ડિગ્રીનો વધારો થયો છે. જ્યારે લઘુત્તમમાં 0.6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 84 ટકા અને સાંજે 49 ટકા હતું. દક્ષિણ-પશ્ચિમ દિશાથી 7 કિ.મીની ગતિએ પવન ફૂંકાઇ રહ્યા છે. આ સિઝનમાં સૌથી વધુ ગરમી 40.8 ડિગ્રી એપ્રિલ માસના અંતમાં નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો