વિદેશી પોપટની જોડી ચોરાઈ:સુરતમાં લાખોની કિંમતે પરદેશથી લવાયેલી સ્કારલેટ મકાઉ પોપટની ચોરી, ખેડૂતે 8 વર્ષથી પાળ્યાં હતા

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરીયાવ ગામમા ખેડૂતની વાડીમાંથી લાખો ની કિંમતના વિદેશી પોપટ ચોરાયા - Divya Bhaskar
વરીયાવ ગામમા ખેડૂતની વાડીમાંથી લાખો ની કિંમતના વિદેશી પોપટ ચોરાયા

સુરતમાં ખેડૂતના ૨ લાખની કિંમતના પોપટની જોડી ચોરી થવાની ઘટના સામે આવી છે. સુરતના વરીયાવ ગામ ખાતે ખેતરમા બનાવેલ પક્ષી ઘરમાંથી વિદેશી પોપટની ચોરી થવાની ઘટના બની છે.પક્ષી ઘરમાં રાખેલા વિદેશી સ્કારલેટ મકાઉ પોપટની જોડીની ચોરી થતા ખેડૂતે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 25 દિવસ બાદ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

લાખોની કિંમતના પોપટ ચોરાઈ ગયા
સુરતમાં એક ખેડૂત દ્વારા પાડવામાં આવેલા અદભુત આકર્ષક અને લાખોની કિંમતના બે પોપટ ઉડી નથી ગયા પણ ચોરાઈ ગયા છે. જી હા સુરતના રાંદેર ગામ અંબાજી ચોક પાસે રહેતા વિશાલભાઈ જીતેન્દ્ર ભાઈ પટેલ ખેડૂત છે. તેઓની વેરીયાવ ગામ પાસે જમીન આવેલી છે. તે જમીનમાં તેઓ ખેતી કરે છે. સાથે ખેતરમાં પક્ષીઘર પણ બનાવ્યું છે. તેમણે પોતાની વાડીનું નામ મિત્રોની વાડી રાખ્યું હતું. જે વાડીમાં તેઓનું પક્ષીઘર આવ્યું હતું. તેમને વિદેશી પક્ષીઓ રાખવાનો શોખ છેલ્લા ઘણા વર્ષોથી છે.જેને લઇ વર્ષ ૨૦૧૪માં કલકત્તાથી સ્કારલેટ મકાઉ પોપટ એટલે કે વિદેશી પોપટની જોડી તેઓ ખરીદી કરી સુરત લાવ્યા હતા. તેઓ છેલ્લા ૮ વર્ષથી આ પોપટની જોડીને પાળતા હતા. આ સાથે તેઓ વાડીમાં જુદા જુદા ઘણા વિદેશી પક્ષીઓ તથા આઠ પાલતું શ્વાન પણ રાખ્યા છે. અને તેઓની સાર સંભાળ કરતા હતા.દરમિયાન આ બધામાંથી લાખો ની કિંમતના આકર્ષક એવા વિદેશી પોપટ ની જોડી કોઈ વ્યક્તિ છોરીને ફરાર થઈ ગયું છે.

25 દિવસ પહેલા પોપટની થઈ ચોરી
માલિક વિશાલ પટેલના ખેતરમાંથી 25 દિવસ પહેલા વિદેશી પોપટની ચોરી થવાની ઘટના બની છે. ગત ૨૬-૧૦-૨૦૨૨ના રોજ રોજની જેમ તેની વાડીમાં રહેલા પક્ષીઓ અને પ્રાણીઓને જમવાનું આપ્યા બાદ તમામને તેમની જગ્યાએ પાંજરામાં બંધ કરી દીધા બાદ ઘરે ચાલ્યા ગયા હતા.બીજા દિવસે સવારે તેઓ વાડીએ આવ્યા ત્યારે અન્ય પક્ષી અને પ્રાણીઓની સાથે બંને વિદેશી પોપટ જણાય આવ્યા ન હતા.વિદેશી પોપટને રાખવામાં આવેલ પાંજરા ને જોતા લોખંડની જાળી કપાયેલી જણાઈ આવી હતી. જેને લઈ લોખંડની જાળી કાપી રાત્રી દરમિયાન અજાણ્યા ઈશાન લાખોની કિંમતના પોપટ ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.વાડીમાંથી રૂ ૨ લાખની કિમતના પોપટની ચોરી થઇ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. અજાણ્યો ઇસમ પોપટની જોડી ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવની જાણ વિશાલભાઈને થતા તેઓ ચોકી ઉઠ્યા હતા અને આ સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે 25 દિવસ બાદ તમામ બાબતે તપાસ કરી પક્ષીની ચોરીનો ગુનો નોંધ્યો છે.પોલીસે હાલ તો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરુ કરી છે.

લાલ પીળા રંગના આકર્ષક હતા પોપટ
વાડીના માલિક વિશાલ પટેલને પ્રાણીઓને પક્ષીઓ પ્રત્યે ખૂબ જ લગાવ છે.આવું નવી જાતના પ્રાણીઓ પક્ષીઓ પાડવાનો શોખ ધરાવે છે.તેમના આ શોખ ને લઈ વિશાલે કલકત્તા થી એકદમ નાની ઉંમરમાં બે સ્કારલેટ મકાઉ વિદેશી પોપટને લાવ્યા હતા.સુરતમાં લાવ્યા બાદ તેને પોતાની વાડીમાં સાર સંભાળ લેતા હતા.આઠ વરસ તેને સાર સંભાળ લઈ પાડવામાં આવ્યા.ત્યારે આ બંને પોપટની લંબાઈ અંદાજિત 4 ફૂટ જેટલી થઈ ગઈ હતી.ચાર ફૂટના આ બંને પોપટ લાલ અને પીળા રંગના એકદમ આકર્ષિત લાગતા હતા. કોઈનું પણ ધ્યાન આકર્ષિત થઈ જાય તેવા આ પોપટ દેખાતા હતા.પોપટની ચોરી થઈ તે પહેલા સુધી તેમની વાડીમાં દેખરેખ માટે એક માણસ રાખવામાં આવ્યો હતો.પરંતુ તે નોકરી છોડી ચાલ્યો જતા રાત્રે વાડીની દેખરેખ કરનાર કોઈ જ હતું નહીં.જેને લઇ આ તકનો લાભ ઉઠાવી ચોર વાડીમાંથી બંને પોપટ ચોરી કરી ફરાર થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...