તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:14 લાખથી વધુ રોકાણકારોના ડેટાનું સ્કેનિંગ ત્રણ હજાર કેસ રીઓપન, એક હજાર પેન્ડિંગ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દસ, વીસ હજાર જમા થતા ખાતામાં લાખની ઉપર જમા થયા હોય તે પણ શંકાસ્પદ
  • ITએ રોકાણ અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનના કેસો એસેસમેન્ટ માટે સિલેક્ટ કર્યા

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રોકાણ અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને આધાર બનાવીને કુલ ત્રણ હજાર કેસ એસેસમેન્ટ માટે સિલેક્ટ કર્યા છે. જ્યારે વિવિધ વોર્ડ દ્વારા તૈયાર કરાયેલાં એક હજાર જેટલાં કેસ હજી તપાસની મંજૂરીની કતારમાં છે. આ ઉપરાંત દિલ્હીથી પણ એસેસમેન્ટ માટેના કેસની યાદી તૈયાર થઈ રહી હોવાની જાણકારી મળી રહી છે.

ખાસ કરીને જમીનોના સોદા, નવા ફ્લેટ, રો-હાઉસ બંગ્લાની ખરીદી ઉપરાંત શેર બજારના સોદા ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના આંકડા પર પણ અધિકારીઓએ બિલોરી કાચ મૂકી દીધો છે. બીજી તરફ સુરત-જિલ્લામાં પાનકાર્ડ ધારકોની સંખ્યા 40 લાખનો આંક વટાવી ગઈ છે.

શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને જમીનોના સોદા પર નજર
મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર અને રીસર્ચ એનાલિસ્ટ હાસિમ યાકુબઅલી કહે છે કે, સુરતમાં અંદાજે 14 લાખ જેટલાં રોકાણકારોએ શેરબજારમાં રૂપિયા રોક્યા છે. આ ઉપરાંત 40 હજાર કરોડ જેટલી રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાઈ છે. જ્યારે આઇટીના રૂપિયા 50 લાખની ઉપરના એક ટકા ટીડીએસ કલેક્શનના આંકડા જોઇએ તો પાંચ મહિનામાં રૂપિયા 1500 કરોડના ટ્રાન્ઝેકશન થયા છે. આ ઉપરાંતના બેન્કોના ટ્રાન્ઝેક્શન પણ અધિકારીઓએ ધ્યાને લીધા છે. જે એકાઉન્ટમાં દસ, વીસ હજાર જમા થતા હોય અને અચાનક જ લાખની ઉપર જમા થવા લાગે એવા કેસો શંક્સપદ ટ્રાન્ઝેક્શનના લિસ્ટમાં આવી જાય છે.

6 વર્ષના હિસાબો ઓપન કરાયા
સમગ્ર પ્રોસેસમાં એક સાથે પાછલા છ વર્ષના હિસાબો ઓપન કરવામાં આવ્યા છે. જેમાં ઇન્વેસ્ટિગેશન વિંગ અને વોર્ડના અધિકારીઓએ કેસ તૈયાર કર્યા છે. આ કેસની સંખ્યા હાલ ચાર હજાર છે જે પૈકી ત્રણ હજાર કેસને મંજૂરી આપવામાં આવી છે.

શું કહે છે એક્સપર્ટ: રિ-ઓપનના કેસોને નોટિસ ઇશ્યુ થઈ રહી છે
સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ અને બિરજુ શાહ કહે છે કે, હાલ જે કેસની નોટિસો ઇશ્યુ થઈ રહી છે તે રિ-ઓપનના કેસ છે. જેની નોટિસ 30મી જૂન સુધી નિકળશે. ત્યારબાદ એસેસમેન્ટની શરૂઆત થશે. રોકાણોના પુરાવા કરદાતાઓએ આપવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...