સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો કરનાર સામે વરાછા પોલીસે કાર્યવાહી કરી છે. બોમ્બે માર્કેટ નજીક સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચલાવનાર કૂટણખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં વરાછા પોલીસે દેહ વ્યાપાર સાથે સંકળાયેલ પાંચ લાલનાઓ, દસ જેટલા ગ્રાહકો અને એક સંચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સ્પાની આડમાં કૂટણખાના પર પોલીસના દરોડા
સુરતના વરાછા વિસ્તારના બોમ્બે માર્કેટ પાસે આવેલા તાપ્તી ગંગા માર્કેટમાં વરાછા પોલીસે દરોડા પાડયા હતા. પોલીસને માહિતી મળી હતી કે, તાપ્તી ગંગા માર્કેટમાં સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનું કૂટણખાનું ચલાવવામાં આવે છે. જે માહિતીને આધારે વરાછા પોલીસે જુદી જુદી ટીમ બનાવી દરોડા પાડ્યા હતા.
સંચાલક, લલનાઓ અને ગ્રાહકોની કરી ધરપકડ
વરાછા પોલીસને મળેલી માહિતીના આધારે બોમ્બે માર્કેટ પાસેની તાપ્તી માર્કેટમાં રેડ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસને મળેલી માહિતી મુજબ ગેરકાયદેસર દેહ વ્યાપારનો કુટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ત્યાંથી દેહ વ્યાપાર સાથે સંકળાયેલ પાંચ જેટલી લલનાઓ એક સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર સંચાલકની અને ત્યાં આવેલા દસ જેટલા ગ્રાહકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે ટ્રાફિક ઈમોરલ એક્ટ મુજબ કાર્યવાહી કરી
વરાછા પોલીસે સ્પા ની આડમાં ચાલતા કૂટણખાના પર રેડ કર્યા બાદ 16 થી વધુની ધરપકડ કરી હતી. પોલીસે આ તમામ સામે ટ્રાફિક ઇમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પોલીસે પકડાયેલ તમામ આરોપી પાસેથી રોકડ અને 12 જેટલા મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.