• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Scam In Nagar Primary Education Committee, Nagar, Pvt. The Vice President Of Education Board Said AAP Member Is Misleading

શાસક પક્ષે આપના આક્ષેપો ફગાવ્યા:સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સ્ટોરી ટેલિંગ કૌભાંડના આક્ષેપ, સમિતિના ઉપપ્રમુખે કહ્યુ: આમ આદમી પાર્ટીના સભ્ય ગેરમાર્ગે દોરે છે

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નો વધુ એક સ્ટોરી ટેલિંગ કૌભાંડનો આક્ષેપ - Divya Bhaskar
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નો વધુ એક સ્ટોરી ટેલિંગ કૌભાંડનો આક્ષેપ

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ધોરણ-1ના બાળકોને સ્ટોરી ટેલિંગ (વાર્તા કહેવા) માટે 20 જૂન 2022ના રોજ અલગ-અલગ એજન્સીઓ પાસેથી ભાવ મંગાવ્યા હતાં. એમાં ત્રણ કંપનીઓએ પોતાના ભાવ મોકલ્યા હતાં. સમિતિ પાસે અનુભવી શિક્ષકો હોવા છતાં માત્ર 45 મિનિટની વાર્તા કહેવા માટે બહારની એજન્સીને કામ આપવા આવ્યું હતુ.

સમિતિની દરેક શાળામાં સ્માર્ટ ક્લાસ, પ્રોજેક્ટર અને ઈન્ટરનેટની સુવિધા છે, તો પછી બહારની એજન્સીને વાર્તા કહેવા માટે 45 મિનિટના 1880 રૂપિયા શા માટે આપવાના ? આ કામ માટે નુપુર ગજેરા, નિયા ક્રીએશન અને છેલના શાહ નામની ત્રણ કંપની/વ્યક્તિઓએ તૈયારી બતાવી હતી અને ભાવ મોકલ્યા હતાં. પણ એમણે જે સરનામા સાથે અરજી કરી હતી એ સરનામા ઉપર આવી કંપની કે વ્યક્તિ અસ્તિત્વ જ ધરાવતી નથી. જે અંગેના વીડિયો પુરાવા આમ આદમી પાર્ટીના નગર શિક્ષણ સમિતિના સભ્યએ રજૂ કર્યાં હતાં.

  • નુપુર ગજેરા- 303, શાંતિનિકેતન એપાર્ટમેન્ટ, SD જૈન શાળાની બાજુમાં, વેસુ. આ સરનામમાં ઉપર કોઈ વસવાટ જ નથી કરતું અને એપાર્ટમેન્ટની નીચે 303 નંબર સામે કોઈનું નામ લખેલ નથી.
  • છેલના શાહ* - 230, એમ્બ્રોસીયા બીઝનેસ હબ, VIP રોડ, વેસુ. આ સરનામે કેલીગ્રાફીના ક્લાસ ચાલે છે અને એના માલિક છેલના શાહ નામની કોઈ વ્યક્તિને ઓળખતા નથી.
  • નિયા ક્રિએશન - ફ્લેટ નંબર 1, શ્રીજી ચેમ્બર્સ, પોપટ મહોલ્લો, નાનપુરા. આ સરનામે અર્થ આર્કીટેક્ચર કરીને કોઈ કંપની ચાલે છે.

નગર પ્રાથમિક સમિતિના શાસકોનું સ્ટોરી ટેલિંગ કૌભાંડ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આમ આદમી પાર્ટીના સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું કે, 20 જૂનના રોજ સમિતિએ આ કામની જાહેરાત કરી અને એના એ જ દિવસે નુપુર ગજેરાના નામે અરજી ઈનવર્ડ થઈ ગઈ. 21 જૂનના રોજ છેલના શાહ અને નિયા ક્રીએશને અરજીઓ ઈનવર્ડ કરાવી અને એમના આવક નંબર છે 5344 અને 5355, એનો અર્થ એવો થયો કે બંને એક જ સમયે અરજી કરવા માટે આવ્યા હતાં. છેલના શાહ અને નુપુર ગજેરાની અરજી અક્ષરશઃ એક જેવી જ છે, એનો અર્થ એવો થયો કે, આ ખોટી અરજીઓ કોઈ એક વ્યક્તિએ જ બનાવેલી છે. નિયા ક્રિએશનના માલિકે 24 જૂનના રોજ પોતાના આ કામના ફોટા ફેસબુક ઉપર મુક્યા હતાં, એ ફોટા શાળાના વાલીઓ અને શિક્ષકોને બતાવવામાં આવ્યા ત્યારે એમણે જણાવ્યું કે આ પ્રવૃત્તિ તો શિક્ષકોએ જાતે મહેનત કરીને બાળકો પાસે કરાવેલી છે, કોઈ એજન્સીએ આ પ્રવૃત્તિ કરાવી નથી.

આપના આક્ષેપ ખોટા છે

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપપ્રમુખ સ્વાતિ સોસાએ જણાવ્યું કે, આવી કોઈ સ્ટોરી ટેલિંગ માટેની વાત નથી. વિદ્યાર્થીઓના મોટીવેશન માટે કેટલું કામ થઈ રહ્યું છે. બાળકો માટેના પુસ્તકો ખરીદવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સભ્ય ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...