સુરતના 5 બિલ્ડરો સામે કાર્યવાહી:સાવન, હનીફ હિંગોરા, હરિકૃષ્ણાને 25 હજાર, સાઇશ્રદ્ધા ગ્રુપને 10 હજારનો દંડ

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેરાની વિવિધ જોગવાઇઓના ભંગ બદલ શહેરના 5 બિલ્ડરો સામે કાર્યવાહી
  • 30 દિવસમાં દસ્તાવેજો રજૂ નહીં કરાય તો રોજના 1 હજાર રૂપિયા વસૂલાશે

રેરાએ વિવિધ જોગવાઇઓના ભંગ બદલ સુરતના 5 જેટલા બિલ્ડર- પ્રમોટર ગૃપ સામે દંડનીય કાર્યવાહીના આદેશ કર્યા છે. ઘોડદોડ રોડ ખાતે આવેલા સાવન ઇન્ફ્રાવેન્યુ એલએલપી જૂથના રિગા સ્ટ્રીટ પ્રોજેક્ટમાં વર્ષ 2019-20નો વાર્ષિક ઓડિટ રીપોર્ટ રજૂ કરાયો ન હતો. સુનાવણી દરમિયાન પણ રેરાએ 10 દિવસમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે સૂચના આપી હતી તેમ છતાં દસ્તાવેજો રજૂ નહીં થતાં રેરાએ 25 હજારનો દંડ ફટકાર્યો હતો અને 30 દિવસમાં દસ્તાવેજો રજૂ ન થાય તો વિલંબના પ્રતિ દિવસના 1 હજાર રૂપિયાનો દંડ ઓથોરિટીમાં જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

રિંગ રોડ સ્થિત હનીફ આર હિંગોરા ફર્મના પ્રોજેક્ટ હાલિમા બંગ્લોઝના વાર્ષિક ઓડિટ અહેવાલ રજૂ નહીં થતાં રેરાએ 25 હજારના દંડનો આદેશ કર્યો હતો. 30 દિવસમાં રીપોર્ટ રજૂ નહીં થવાના કિસ્સામાં વિલંબના પ્રતિ દિવસ લેખે 1 હજાર રૂપિયાનો દંડ પણ પ્રમોટરે ભરવો પડશે.

વરાછાના હરિકૃષ્ણા ડેવલપર્સના હરિકૃષ્ણા ટાઉનશીપ માટેના ઓડિટ રીપોર્ટ રજૂ નહીં થવાથી નોટીસ અપાઇ હતી. સુનાવણી દરમિયાન અપાયેલી સમયમર્યાદામાં પણ રીપોર્ટ રજૂ નહીં થતા પ્રમોટરને 25 હજારનો દંડ અને 30 દિવસમાં રીપોર્ટ રજૂ ન થાય તો પ્રતિ દિવસ 1 હજારનો દંડ ભરવાનો આદેશ કરાયો હતો.

અડાજણમાં આવેલા સાંઇ શ્રદ્ધા એન્ટરપ્રાઇઝના સિટ્રોન રેસિડેન્સી પ્રોજેક્ટમાં વર્ષ 2019-20નો ઓડિટ રીપોર્ટ રજૂ નહીં થવાથી રેરા એક્ટની જોગવાઇઓના ભંગ બદલ 10 હજારનો દંડ ભરવાનો હૂકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...