તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો નિર્ણય:18 કોવિડ સેન્ટરોમાં સેવા આપનાર 400 સ્વયંસેવકોને 5 લાખનું વીમા કવચ આપશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવાઓએ આઇસોલેશન સેન્ટરમાં વિનામૂલ્યે 45 દિવસ સુધી સેવા આપી હતી

કોરોના સંકટમાં લોકોના જીવ બચાવવા માટે છેલ્લા 45 દિવસથી 400થી વધુ સ્વયં સેવકો નિ:સ્વાર્થ સેવા આપી રહ્યા છે.સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આ તમામ સ્વયં સેવકોને 5 લાખનુ વીમા સુરક્ષા કવચ આપશે. અમુક દિવસો પહેલા લોકો હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન માટે સંઘર્ષ કરતા હતાં. એ સમયે 50થી વધુ સેવા સંસ્થાઓએ મળી કોરોના આઇસોલેશન સેન્ટર શરૂ કરવા આહવાન કર્યું હતું. જેના પરિણામે નાના વરાછા, મોટા વરાછા, કતારગામ, અમરોલી અને ઉધનામાં 18 આઇસોલેશન સેન્ટર શરૂ થયા હતાં.

નવ મહિના સુધીમાં કોઈ સંક્રમિત થાય તો વીમો મળશે
આ તમામ સેન્ટરોમાં દર્દીઓની સેવા કરવા માટે 400 યુવાઓ સામે ચાલીને આવ્યા હતા અને 45 દિવસ સુધી ખડેપગે ફરજ બજાવી હતી. કોરોના યોદ્ધાઓ અને તેમના પરિવારજનોને સુરક્ષાનો અહેસાસ થાય અને ભવિષ્યમાં આર્થિક મદદ મળી રહે તે માટે દરેકને 5 લાખ સુધીનો કોરોના મેડિક્લેઇમ વીમા સુરક્ષા કવચ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વીમા પોલિસી અંતર્ગત જો કોઇ કાર્યકર્તા આગામી નવ મહિના સુધી કોરોના સંક્રમિત થાય તો હોસ્પિટલમાં 5 લાખ સુધીનો ખર્ચ વીમા કંપની આપશે.

જીવના જોખમે કામ કરનારાઓને પ્રોત્સાહન આપ્યું
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજી ભાલાળા કહે છે કે, ‘અમને સ્વયં સેવકોની ચિંતા હતી. આવનારી કોરોનાની ત્રીજી લહેર માટે પણ તૈયાર રહેવંુ પડે તેમ છે. ત્યારે આ જીવના જોખમે કામ કરે છે. તેને સુરક્ષા તેમજ પ્રોત્સાહન આપવું જોઈએ તેવી અમારી લાગણી હતી એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.’

યુવા સ્વયં સેવકોની સેવાને સલામ, તેમના માટે જેટલું કરીએ તેટલું ઓછું
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ટ્રસ્ટી શૈલૈષ લુખીએ જણાવ્યું છે કે, ‘કોરોના વોરિયર્સ માટે જેટલું કરીએ તેટલું ઓછું છે. તેમના માટે વીમા પ્રિમિયમ ભરી આપણે આપણી ફરજ નિભાવી છે. મોત તાંડવ કરતું હોય ત્યારે સેવા કોણ કરે ?ત્યારે સુરતના યુવા સ્વયં સેવકોની સેવાને સલામ અને કાર્યકર્તાઓને વીમા સુરક્ષા આપવાનો આ નિર્ણયથી જાગૃતિ ફેલાવશે.

અન્ય સમાચારો પણ છે...