હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા રાંદેરના સુલતાનિયા જીમખાના ખાતે દોઢસો વૃક્ષો રોપીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વૃક્ષારોપણમાં આર્કિટેક્ટ ફર્મ ઈન્ટરનેશનલ સર્વિસ પાર્ટનર્સના સો જેટલા કર્મચારીઓ હાજર રહ્યાં હતાં. જેમના હાથ વૃક્ષારોપણ કરાયા બાદ 'સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન મુહિમ'અંતર્ગત મોટી સંખ્યામાં યુવાનોમાં વૃક્ષો અંગેની જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી.
યુવાનો વધુ વૃક્ષારોપણ કરે તેવા પ્રયાસ
આઈએસપીના ડિરેક્ટર હિરેન પટેલે કહ્યું હતું કે, ‘અમારી આખી ટીમ તેમની સાથે વૃક્ષારોપણ કરે એવી અમને ઈચ્છા હતી. આ વૃક્ષારોપણ બાદ અમારા કર્મચારીઓ પ્રકૃતિની સેવા કરીને અત્યંત હર્ષ અનુભવીએ છીએ'. વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘એક તરફ યુવાપેઢી પ્રકૃતિ અને પર્યાવરણથી વિમુખ થઈ રહી છે. એવા સમયે આઈએસપી જેવી સંસ્થાના સોથી વધુ કર્મચારીઓ અમારી સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન મુહિમ અંતર્ગત ઉત્સાહભેર વૃક્ષારોપણ માટે આવે એ મારા જેવા પર્યાવરણવાદી માટે અત્યંત આશા અને આનંદની બાબત છે.’
દરેક વ્યક્તિ હરિયાળી માટે વૃક્ષ વાવે
ધારા ઉપાધ્યાયે કહ્યું હતું કે, ‘વૃક્ષારોપણના આ કાર્યક્રમ દરમિયાન યુવાનોને એનવાર્યનમેન્ટ અને ટ્રી પ્લાન્ટેશન વિશેની અનેક વાતો શેર કરવામાં આવી હતી. જેને પગલે અનેક આર્કિટેક્ટ અને એન્જિનિયર યુવાનોએ વિરલ દેસાઈની સંસ્થામાં પર્યાવરણ સેનાની બનવાની તૈયારી દાખવી હતી.' મોટી સંખ્યામાં લોકો વૃક્ષારોપણમાં જોડાય તો આપણે ત્યાં હરિયાળી ટૂંક સમયમાં જ આવી જાય તેમ હોવાનું કાર્યક્રમમાં જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.