તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સેટેલાઇટથી ગ્રીન મેપિંગમાં ટ્રી કવર 10%થી વધી 18% થયાનો દાવોઆર્ટિફિશિયલ ગ્રીનરીને ઘટાદાર વૃક્ષો ગણ્યા, હરિયાળી કાગળ પર

સુરત20 દિવસ પહેલાલેખક: મોઇન શેખ
  • કૉપી લિંક
શહેરમાં ઘટાદાર વૃક્ષો હવે ગણ્યાગાઠ્યા છે. ખુદ પાલિકા પાસે જ આવા વૃક્ષોના આંકડા નથી. - Divya Bhaskar
શહેરમાં ઘટાદાર વૃક્ષો હવે ગણ્યાગાઠ્યા છે. ખુદ પાલિકા પાસે જ આવા વૃક્ષોના આંકડા નથી.
  • પાલિકાએ ગ્રીન કવર જાણવા ખાનગી એજન્સી પાસે સેટેલાઇટથી મેપિંગ કરાવ્યું

શહેરમાં વૃક્ષોની સંખ્યા વધે તે માટે પાલિકા પ્રયાસ તો કરે છે પણ આ પ્રયાસો ગ્રાઉન્ડ લેવલે કોઈ ખાસ દેખાતું નથી. સૌથી વધુ ઓક્સિજન આપતા પીપળા, લીમડા જેવા વૃક્ષોની જગ્યા નોન નેટિવ વૃક્ષો કે જે ફક્ત સુશોભન માટે હોય તેવા વૃક્ષો વધુ વાવવામાં આવી રહ્યા છે. પાલિકાએ શહેરમાં ગ્રીન કવર ચકાસવા માટે એક એજન્સીને કામ સોંપ્યું હતું. જેણે સેટેલાઇટની મદદથી મેપિંગ કર્યું. તેના રિપોર્ટ મુજબ શહેરમાં 35 ટકા ગ્રીનરી છે અને શહેર 18 ટકા ટ્રી કવર છે. પાંચ વર્ષ પહેલા શહેરનું ટ્રી કવર 10 ટકા હતું પણ તાજેતરમાં કરાયેલા મેપિંગમાં આર્ટિફિશિયલ ગ્રીનરી અને લોનને પણ સમાવી લેવાયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, શહેરી વિસ્તારમાં 15 ટકા ટ્રી કવર હોવું જોઈએ. પાલિકાનો દાવો છે કે શહેરમાં ટ્રી કવર 18 ટકા છે પરંતુ મોટાભાગના વૃક્ષો નોન નેટિવ છે.

પાલિકાએ મોટા ભાગની સાઇટો પર લીમડા, પીપળાને બદલે વિદેશી વૃક્ષો વાવ્યા
WHO મુજબ શહેરી વિસ્તારમાં 15 ટકા ટ્રી કવર જરૂરી

ગાર્ડન વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. એસ.જે. ગૌતમે કહ્યું કે, કોરોના કાળમાં પણ શહેરમાં વૃક્ષારોપણનું ઉત્સાહભેર પ્રમાણ વધ્યું હોવાથી શહેરમાં 18 ટકા ટ્રી કવર થયું છે. એટલે શહેરના ક્ષેત્રફળનો 18 ટકા ભાગ છાયાદાર વૃક્ષો ઘેરાયો છે. તેમણે ઉમેર્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઇડ લાઇન પ્રમાણે સ્વાસ્થ્ય માટે 15 ટકા ટ્રી કવર હોવું જરૂરી છે. આ આંકને પણ સુરત શહેરના પર્યાવરણ પ્રેમીઓ એચિવ કરી ચૂક્યા છે.

ગ્રીન કવર વધ્યાનો દાવો વાસ્તવિકતાથી વિપરીત છે
ગ્રીન કવરની વ્યાખ્યામાં લોન અને આર્ટિફિશિયલ ગ્રીનરીને પણ સમાવી લેવામાં આવી રહી છે. હકીકતમાં કોવિડની ભયાનકતા બાદ વૃક્ષો વગર જીવન અધૂરું છે તેમ સમજી લેવાની જરૂર છે. સરકારી આંકડાઓ મુજબ ગ્રીન કવર વધ્યું હોય પણ ધરાતલ ઉપર આ વાસ્તવિકતાથી વિપરિત છે. > સ્નેહલભાઇ પટેલ, પર્યાવરણ પ્રેમી, પ્રમુખ, નેચર કલબ

અન્ય સમાચારો પણ છે...