તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:માર્કેટમાં શનિ-રવિ ટેમ્પો બંધ, 400 કરોડના પાર્સલ અટવાયા

સુરત8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અન્ય રાજ્યમાં 90 % માલ ઓછો જઇ રહ્યો છે

શનિ અને રવિવારે સુરતમાં ગુડ્સ ટેમ્પોની અવર-જવર પર પ્રતિબંધ હોવાથી સુરતમાં માત્ર આ બે દિવસમાં જ 400 કરોડની કિંમતના 1.40 લાખ પાર્સલો અટવાઈ રહ્યા છે, જેથી અન્ય રાજ્યોમાં માલની ડિલિવરી લેટ થઈ રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોરોનાની અસર ઓછી છે અને લગ્ન સિઝન હોવાથી સાડી, કુર્તા, લહેંગા સહિતના ટેક્સટાઈલ મટિરિયલ્સની માંગ વધારે છે.જો કે હાલ 90 % માલ ઓછો જઇ રહ્યો છે.

અન્ય રાજ્યોમાં માલની ડિમાન્ડ વધુ પ્રમાણમાં છે
ટેમ્પો એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલે કહે છે કે, ‘હાલ અલગ-અલગ રાજ્યોમાં સુરતના માલની ડિમાન્ડ વધારે છે પરંતુ શનિ અને રવિવારે ગુડ્સ બંધ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

માલની ડિલેવરીને હાલ મોટી અસર થઇ રહી છે
ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે કે, ‘અન્ય રાજ્યોમાં સાડી, કુર્તા, લહેંગાની ખુબ જ ડિમાન્ડ છે. જો કે હાલ ડિલેવરી લેટ થઈ રહી છે.


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો