વીર નર્મદ યુનિવર્સિટીની બુધવારે મળેલી સિન્ડિકેટની બેઠકમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોમાં માત્ર પ્રવેશ આપવાની પરવાનગી આપતો નિર્ણય કરવામાં આવ્યો છે. સાર્વજનિક એજ્યુકેશન સોસોયટીની ગ્રાન્ટેડ કોલેજો અને બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સિટી સંલગ્ન 2 ગ્રાન્ટેડ મળી કુલ 8 ગ્રાન્ટેડ કોલેજનો વિવાદ ચાલી રહ્યો છે. સાર્વજનિક યુનિ.અને વીર નર્મદ યુનિ.એ પણ સ્વીકારવાનો ઇન્કાર કરતા આ કોલેજોમાં પ્રવેશનો પ્રશ્ન ઉભો થયો હતો.
સિન્ડીકેટ સભ્ય પારૂલ વડગામા અને કશ્યપ ખરચીયા સહિતના સભ્યોએ વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવા રજુઆત કરી હતી. ચર્ચાને અંતે ઉકા તરસાડીયા તેમજ સાર્વજનિક યુનિ. સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોના મુદ્દે સરકાર પાસેથી જ્યાં સુધી સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી કામચલાઉ ધોરણે તમામ કોલેજોને પ્રવેશ પ્રક્રિયામાં સામેલ કરવા નિર્ણય લેવાયો હતો. વીર નર્મદ યુનિ. દ્વારા જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાશે, તેમાં વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ જે તે પ્રાઇવેટ યુનિ.માં જ કરાવાનું રહેશે, વિદ્યાર્થીઓને રસીદ પણ એ જ પ્રકારે અપાશે. માત્ર ગ્રાન્ટેડ કોલેજો પ્રવેશ વંચિત ન રહે તે માટે હાલ રસ્તો કઢાયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.