ગઠિયાએ મુંબઇથી 1.70 લાખ ઉપાડી લીધાં:સરથાણાનો વેપારી એટીએમમાં કાર્ડ ભૂલી ગયો અને ગઠિયાએ મુંબઇથી 1.70 લાખ ઉપાડી લીધાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીએ જ્યારે રૂપિયા ઉપાડ્યા ત્યારે ગઠિયાએ પાસવર્ડ જોઇ લીધો હતો

સરથાણા ખાતે રહેતા અને ભેસ્તાનમાં કાપડનો વેપાર કરતા વેપારી એટીએમમાં ઘરખર્ચ માટે રૂપિયા ઉપાડવા ગયા હતા.રૂપિયા લીધાં બાદ તેઓ એટીએમ કાર્ડ ત્યાં જ ભૂલી ગયા હતા. ગઠિયાએ કાપડ વેપારીના કાર્ડનો ઉપયોગ કરીને 1.70 લાખ રૂપિયા ઉપાડી લીધાં હતાં. વેપારીને મોબાઇલ પર ટ્રાન્ઝેક્શનના મેસેજ આવતા તેમને ખબર પડી હતી. આ ટ્રાન્ઝેક્શન મુંબઇથી કરવામાં આવ્યા હતા.

પોલીસથી મળેલી માહિતી મુજબ સરથાણા જકાતનાકા પાસે શ્યામવિલા સોસાયટીમાં રહેતા ભાવેશ કાળુભાઇ ઉકાણી ભેસ્તાન જાનકી ફેબ્રિક્સના નામથી ટેક્સટાઇલનો વેપાર કરે છે. ભાવેશ ઉકાણીનું આઇડીબીઆઇ બેંકમાં એકાઉન્ટ છે. ઘરખર્ચ માટે તેઓ આઇડીબીઆઇ બેંકના એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડવા સરથાણા જકાતનાકા, રાઇઝોન પ્લાઝામાં આવેલા એટીએમમાં ગયા હતાં.

જ્યાં તેમણે 10 હજારના ત્રણ ટ્રાન્ઝેકશન કરીને 30 હજાર ઉપાડ્યા હતા. તેઓ જ્યારે પાસવર્ડ નાંખતા હતા ત્યારે ત્યાં બાજુમાં ઉભેલા અજાણ્યાએ તેમનો પાસવર્ડ જોઇ લીધો હતો. ઉતાવળમાં ભાવેશભાઇ રૂપિયા લઇને ચાલ્યા ગયા હતા. બીજા દિવસે તેઓ ફરીવાર એટીએમમાં ગયા ત્યારે કાર્ડ હતુ નહીં, ત્યાં જ તેઓના મોબાઇલમાં બેંકના મેસેજ આવ્યા હતા. જેમાં મુંબઇથી અલગ અલગ 13 ટ્રાન્ઝેકશનો કરીને તેમના ખાતામાંથી રૂા.1.70 લાખ ઉપાડી લેવાયા હતા. બનાવ અંગે તેઓએ સરથાણા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...