• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Sarthak Pitrutarpan: After The Death Of The Father, The Doctor Has Been Conducting Free Diagnosis Operation On Patients Every Wednesday For 8 Years.

સાર્થક પિતૃતર્પણ:પિતાના અવસાન બાદ ડોક્ટર 8 વર્ષથી દર બુધવારે દર્દીઓનાં નિ:શુલ્ક નિદાન - ઓપરેશન કરે છે

સુરત19 દિવસ પહેલાલેખક: મનોજ તેરૈયા
  • કૉપી લિંક
  • આર્થિક સક્ષમ હોવા છતાં મૃત્યુ સામે લાચાર બનતા ગરીબો વિશે વિચાર આવ્યો
  • વતન ભટ્ટવદરમાં પણ તબીબ ન હોવાથી દવાખાનું ખોલી ફ્રીમાં સેવા

શહેરના કિડની સ્પેશિયાલિસ્ટ ડો અશ્વિન ગાબાણીએ 8 વર્ષમાં દર્દીઓને નિશુલક સેવા આપી પિતૃ રુણમાંથી મુક્ત થવા અનોખો પ્રયાસ કર્યો છે. 8 વર્ષ પહેલા તેમના પિતા દેવજીભાઈ (ભટવદર‌)નું અવસાન થયું હતું. વ્યવસાયે બિલ્ડર અને સમાજસેવામાં આગવું નામ ધરાવતા પિતાનું કેન્સરમાં અવસાન થયું હતું. ત્યારથી દર બુધવારે હોસ્પિટલમાં દર્દીઓને નિશુલ્ક તપાસવાના (ઓપીડી તદ્દન ફ્રી) અને જરૂરિયાત મંદના ઓપરેશન પણ ફ્રી કરવા સંકલ્પ કર્યો. હાલ 5-6 ઓપરેશન તથા 40થી 50 દર્દીઓને નિશુલક તપાસી રહ્યા છે.

હોસ્પિટલનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી
દર્દીને માત્ર બહારથી કરાવવા પડતા રિપોર્ટ અને દવાનો જ ખર્ચ કરવો પડે છે. હોસ્પિટલનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આપણી મૂળભૂત સનાતન વૈદિક પરંપરા મુજબ પિતૃ તર્પણ માટે જે વિધિ હોય તે તો કરવાની જ પરંતુ સાથે સાથે ભગવાને આપેલી ક્ષમતાથી દર્દી નારાયણની સેવા કરીને પિતૃ તર્પણનો નવો જ વિચાર અમલમાં મૂકવાથી અનેક લોકોને પ્રેરણા મળે છે.

બે મહિને જુદા જુદા સ્થળોએ નિઃશુલ્ક કેમ્પ કરીને પણ સેવા કરે છે
હોસ્પિટલમાં દર અઠવાડિયે નિઃશુલ્ક સેવા તો ખરી જ પરંતુ મહિને બે મહિને જુદા જુદા સ્થળોએ નિઃશુલ્ક કેમ્પ કરીને પણ સેવા કરીએ છીએ. અમારા વતન ભટ્ટવદરમાં કોઈ ડોક્ટર ન હોવાથી એક દવાખાનું ખોલ્યું છે. તેમાં દર્દીની તપાસ અને દવાનો કોઈ ચાર્જ લેવાતો નથી. આ વિસ્તારમાં ખાસ કરીને તબીબ ન હોવાથી દર્દીઓને રાહત મળે છે. ડો.અશ્વિન ગાબાણી યુરોલોજિસ્ટ

તર્પણનો સૌથી મોટો ઉપાય ગરીબોની સેવામાં દેખાયો
શહેરના વરાચા સ્થિત વલ્લભનગર ખાતે રહેતા અને લાલદરવાજા વિસ્તારમાં કિડનીની હોસ્પિટલ ધરાવતા ડો. ગાબાણીએ જણાવ્યું હતું કે, પિતાના અવસાન બાદ વિચાર આવ્યો કે આપણે આર્થિક રીતે સંપન્ન હોવા છતાં મોટી બીમારી સામે લાચાર હોઈએ તો સામાન્ય કે ગરીબ પરિવારના લોકોનું શું થતું હશે? બસ ત્યારથી જ પિતાને શ્રદ્ધાંજલિ આપવાનો, શ્રાદ્ધ કરવાનો કે તર્પણ કરવાનો સૌથી મોટો ઉપાય ગરીબ દર્દીઓની સેવા કરવાનો દેખાયો હતો.

અન્ય સમાચારો પણ છે...