તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સરસાણાનું કોવિડ સેન્ટર ચેમ્બરના એક્ઝિબિશનને પગલે શિફ્ટ કરાશે

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી વેવની ભીતિથી પાલિકાએ 15 હજાર બેડની તૈયારી કરી છે ત્યારે ચેમ્બરે માગણી કરતા 332 બેડ તાત્કાલિક બીજે ખસેડવા સ્થાયીમાં નિર્ણય

ત્રીજી વેવની શક્યતા જોતી મહાપાલિકા એકતરફ ઓક્સિજન બેડની વ્યવસ્થા વધારી રહી છે ત્યારે બીજી તરફ સ્થાયી સમિતિમાં સરસાણા કન્વેન્શન સેન્ટરસ્થિત કોવિડ કેર સેન્ટરના કુલ 544 ઓક્સિજન બેડમાંથી 332 બેડ તથા પાર્ટીશન સહિતનું માળખું અન્યત્ર શિફટ કરવા નિર્ણય કરાયો છે. ચેમ્બર ઓફ કોમર્સના આગામી પ્રદર્શન માટે આ જગ્યા ફાળવવાની માંગ થતાં નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

પાલિકાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાની બીજી વેવ ટાણે પાલિકાએ કોવિડ કેર સેન્ટરો કાર્યરત કર્યા હતાં તેમાં સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે 5 કરોડ ખર્ચે ઓક્સિજન બેડ અને ઓક્સિજન સપ્લાય માટે પાઈપ ઈન્સ્ટોલ કર્યા હતા. હવે ચેમ્બર ઓફ કોમર્સ નજીકનાં દિવસોમાં ‘વીવ નીટ એક્ઝિબિશન તેમજ ‘સ્પાર્કલ એક્ઝિબિશન’ જેવાં રાષ્ટ્રીય કક્ષાનાં પ્રદર્શનો યોજનાર હોય ચેમ્બરે કોવિડ કેર સેન્ટરના બેડ સહિતનાં સાધન સરંજામને અન્ય જગ્યાએ ખસેડી પ્રદર્શન જગ્યા પરત કરવા માંગ કરી છે.

પાલિકા કોરોનાની 3 લાખ ટેસ્ટ કીટ 9 રૂ.ના ભાવે ખરીદશે, અગાઉ પ્રતિકીટ 500નો ભાવ હતો
ત્રીજી વેવ સામેની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહાપાલિકાએ ત્રણ લાખ રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ ખરીદવા તૈયારી કરી છે. 7 બીડરો પૈકી ઓછા ભાવ ભરનારા બીડર પાસેથી રૂપિયા 8.95 પ્રતિ ટેસ્ટ કિટ મુજબ કુલ 26.85 લાખના ખર્ચે 3 લાખ કિટ ખરીદવા સ્થાયી સમિતિમાં નિર્ણય લેવાયો છે. ગયા મહિને જ એક ટેસ્ટ કિટ માટે રૂપિયા 18.84 ખર્ચાયા હતા. તે અગાઉ પહેલી વખત કોરોના ટાણે પાલિકાએ રૂપિયા 500 પ્રતિ કિટનો અધધધ ભાવ પણ ચુકવ્યો હતો. પાલિકાએ ગત વર્ષે ખરીદી કરી ત્યારે મેન્યુફેક્ચરર્સ પણ નવા હતા અને કોરોનાનો અનુભવ પણ પહેલો હતો એટલે આટલો ઊંચો ભાવ ચૂકવાયો હતો. હવે ઉત્પાદનની સાથે સ્પર્ધા પણ વધી છે.

અન્ય સમાચારો પણ છે...