સિંગણપોરમાં રહેતા અને સાયણ ખાતે ખાતું ધરાવતા ખાતેદાર પાસેથી સારોલીના વેપારી અને દલાલે ઉધારમાં કાપડ ખરીદીને રૂપિયા નહીં ચૂકવીને રૂ.18.74 લાખની છેતરપિંડી કરી છે.
પુણા પોલીસના જણાવ્યા અનુસાર, સિંગણપોર ગામમાં કોઝ વે રોડ પર શ્રદ્ધાદીપ સોસાયટીમાં રહેતા વનરાજ તુલસીભાઈ પટેલ કાપડનો વ્યવસાય કરે છે. સાયણમાં તેઓનું ખાતું છે. જુલાઈ 2021માં કાપડ દલાલ ઇશ્વર લલ્લુ પટેલ( રહે. વેલકમ બિલ્ડિંગ, રામપુરા)એ સારોલીમાં શ્રી શ્યામ સંગીની માર્કેટમાં વેપાર કરતા મુકેશ સુરેશ અગ્રવાલ (રહે. સફાયર 8, સારોલી) સાથે મુલાકાત કરાવી હતી. તેમની સાથે વેપાર કરશો તો સમયસર પેમેન્ટ અપાવવાની જવાબદારી ઇશ્વર પટેલે લીધી હતી.
તેથી વનરાજે ઇશ્વર પટેલના કહેવાથી મુકેશને 23.63 લાખ રૂપિયાનું ગ્રે કાપડ આપ્યું હતું. તેની સામે આરોપીએ રૂ.4.88 લાખ આપ્યા હતા. રૂ. 18.74 લાખ આપ્યા ન હતા. મુકેશે તો દુકાન પણ બંધ કરી દીધી હતી. મુકેશ અગ્રવાલ સાથે તેના બીજા મળતીયાઓ પણ છે. વનરાજ પટેલે આરોપી મુકેશ અગ્રવાલ, ઇશ્વર પટેલ ઉપરાંત તેમના મળતિયા રમણ શર્મા( રહે. ફ્લોરેન્સ એપાર્ટમેન્ટ( વીઆઈપી રોડ વેસુ), અનીસ મોહનલાલ હીરાસિયા( રહે. સફાયર 8, સારોલી) અને શાંતીલાલ છોગાલાલ સોની વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.