સુરતના સમાચાર:રાંદેરમાં કેન્દ્રિય મંત્રી જરદોષના હસ્તે વિદ્યાર્થિનીઓને સેનેટરી પેડનું વિતરણ, ડિંડોલીમાં પોલીસ દ્વારા કેરમ સ્પર્ધા યોજાઈ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેરમ સ્પર્ધામાં હાજર રહી રમતવીરોને કમિશનરે બિરદાવ્યાં હતાં. - Divya Bhaskar
કેરમ સ્પર્ધામાં હાજર રહી રમતવીરોને કમિશનરે બિરદાવ્યાં હતાં.
  • રાંદેર વિસ્તારમાં આવેલ લોકમાન્ય સ્કૂલમાં 240 જેટલી વિદ્યાર્થિનીઓને પેડ અપાયા
  • કેરમ સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોને કમિશનરના હસ્તે ઈનામો અપાયા હતા

સુરતના ડિંડોલી વિસ્તારમાં ડિંડોલી પોલીસ દ્વારા કોમ્યુનીટી પોલીસીંગ અંતર્ગત કેરમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે લોક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર પણ હાજર રહ્યા હતા. બીજી તરફ આઝાદીના 75માં અમૃત મોહત્સવ અંતર્ગત સુરતના વોર્ડ નંબર 9માં કેન્દ્રિય મંત્રી દર્શના જરદોષ વોર્ડના નગર સેવકો દ્વારા લોકમાન્ય સ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે મુલાકાત કરી અને બાદ 240 જેટલી સ્કૂલ ની વિદ્યાર્થીનીઓ સુવિધા પેડનું વિતરણ કર્યું હતું.

યુવાધનને નશો નહીં સ્પોર્ટસમાં આગળ વધવા સંદેશો અપાયો હતો
યુવાધનને નશો નહીં સ્પોર્ટસમાં આગળ વધવા સંદેશો અપાયો હતો

નશાથી દૂર રહેવા સંદેશો અપાયો
સુરત પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન શરુ કરવામાં આવ્યું છે. તેમજ યુવાનો નશાથી દુર રહે તે માટે સુરત પોલીસ દ્વારા અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને યુવાનો સ્પોર્ટ્સમાં આગળ વધે તે માટે પણ પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ડિંડોલી વિસ્તારમાં ડિંડોલી પોલીસ દ્વારા કોમ્યુનીટી પોલીસીંગ અંતર્ગત કેરમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે લોક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર દ્વારા લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને તેઓના પ્રશ્નો પણ સાંભળ્યા હતા. તેમજ પ્રશ્નોના જલ્દીથી નિરાકરણ લાવવાની બાહેધરી આપી હતી.

મંત્રીનો સંવાદ
મંત્રી દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓને પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરી સરકાર દ્વારા મહિલા લક્ષી લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી તેમજ હાજર વિદ્યાર્થીનીઓ તેમના આગળના આરોગ્યને લઈ કેટલીક માહિતી વિશે જાણકારી મેળવી અને તે માટે જાગૃત રહેવા સૂચન કર્યું હતું.રાજ્ય મંત્રી દ્વારા સુવિધા સેનેટરી પેડ આપી તેનો ઉપયોગ અને તેના વિશે જાણકારી આપી જેથી તમામ લોકો નિરોગી રહે તે માટે સરકાર દ્વારા આ પેડનું વિતરણ કરી તમામ વિદ્યાર્થીઓ તેનો નિયત પણે ઉપયોગ કરે તે માટે સૂચન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...