સુવિધામાં વધારો:સુરત સિવિલ હોસ્પિટલમાં બે એક્ષ-રે મશીન માટે રૂ.22.17 લાખની હર્ષ સંઘવી દ્વારા MLA ગ્રાન્ટની ફાળવણી કરતાં ધારાસભ્ય હર્ષ સંઘવી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી. - Divya Bhaskar
મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી.
  • માત્ર પાંચ દિવસમાં સિવિલને બે એકસ-રે મશીન ખરીદવાની ગ્રાંટની ફાળવણીનો પત્ર એનાયત
  • કોરોનાની બહેતર સારવારના હેતુ માટે MLA ગ્રાન્ટ ઉપયોગી નીવડશે

સુરત મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કોરોનાની બહેતર સારવાર તેમજ નવી સિવિલ હોસ્પિટલની આરોગ્યવિષયક સારવાર સુવિધામાં વધારો થાય એ હેતુથી બે એક્ષ-રે મશીન માટે તેમની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી રૂા.22.17 લાખની ફાળવણી કરી છે. આ સંદર્ભે તેમણે મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીને પત્ર લખી તેમની ધારાસભ્ય તરીકેના ફંડનો ઉપયોગ કરી બે એક્ષ-રે મશીન ખરીદીની પ્રક્રિયા કરી જરૂરિયાતમંદ દર્દીઓ સુધી ત્વરિત સેવા પહોંચાડવા જણાવ્યું છે.

સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન રજૂઆત કરાઈ હતી
કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા આરોગ્યવિષયક સાધનસામગ્રી ખરીદવા માટે રાજ્યના ધારાસભ્યોને તેમની વર્ષ 2021-22ની ગ્રાન્ટમાંથી રૂ.25 લાખ ખર્ચવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ધારાસભ્યએ પાંચ દિવસ પહેલા નવી સિવિલની મુલાકાત લીધી હતી ત્યારે રેડિયોલોજી વિભાગના હેડ ડો.પૂર્વી દેસાઈએ એકસ-રે મશીન માટે રજૂઆત કરી હતી.

પ્રેરણાદાયી પહેલ અનુકરણીય અને આવકારદાયક
ગુજરાત નર્સિગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા અને રાજુભાઈ નાયકે સિવિલમાં આવતા દર્દીઓ માટે એકસ-રે મશીનની જરૂરીયાત અંગે ધારાસભ્યને અવગત કરાવ્યા હતા. હર્ષ સંધવીએ ત્વરિત નિર્ણય લઈને ગ્રાન્ટ આપવા જણાવ્યું હતું. આમ પાંચ દિવસના ટુંકાગાળામાં ગ્રાન્ટની ફાળવણીનો પત્ર આર.એમ.ઓ. કેતન નાયક, નિલેશ લાઠિયા અને દિને અગ્રવાલને અર્પણ કર્યો હતો. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવાં માટે તેમજ કોરોનાની વધુ સારી સારવાર મળે એ માટે જાગૃત્ત જનપ્રતિનિધિઓની આ પ્રકારની પ્રેરણાદાયી પહેલ અનુકરણીય અને આવકારદાયક છે.