હું છેલ્લાં 45 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું. જ્યારે 5 વર્ષનો હતો ત્યારે મ્યુઝિક અલગ હતું, 14નો થયો ત્યારે અલગ હતું અને આજે અલગ છે. છેલ્લાં 15 વર્ષમાં મ્યુઝિક ખૂબ જ બદલાઈ ગયું છે. સમયની સાથે મેં પણ પોતાને બદલ્યો છે. એના કારણે જ યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને બનાવેલું સોન્ગ ‘એ મોહ મોહ કે ધાગે...’ ખૂબ જ લોકપ્રિય થયું અને એને કેટલાક એવોર્ડ પણ મળ્યા.
અનુ મલિકે ઇન્ટરવ્યુમાં લતા મંગેશકરજી યાદ કર્યા
‘સંદેશે આતે હૈં...’ સોંગ બનાવવા બદલ ગર્વ અનુભવું છું. ‘સંદેશે આતે હૈં...’ સાંભળ્યા બાદ લતા મંગેશકરજીએ આશાજીને કહ્યું હતું કે, ‘લગતા હૈ અબ ઇન્ડસ્ટ્રી મેં કોઈ સંગીતકાર આયા હૈ’. મદનમોહનજીના દીકરાએ હસતા હસતા મને કહ્યું કે, હું તમારાથી ખૂબ જ નારાજ છું. કેમ કે, મારા પિતાના ‘કર ચલે હમ ફિદા...’થી મોટું સોંગ કોઈ હોઈ જ નહીં અને તમે ‘સંદેશે આતે હૈં..’ લઈ આવ્યા.’ એનાથી મોટું કોમ્પલીમેન્ટ મારા માટે શું હોઇ શકે. હાલ એક સારા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું અને અન્ય કેટલાક પ્રોજેક્ટની વાત ચાલી રહી છે.’ સુરત આવેલા અનુ મલિકે ઇન્ટરવ્યુમાં આ વાત કરી હતી.
સમય પ્રમાણે પરિવર્તન લાવવું જરૂરી: અનુ મલિક
અનુ મલિકે વધુમાં કહ્યું કે, નવી-નવી ટેક્નોલોજી અને ટેલેન્ટના કારણે સ્પર્ધા ખૂબ વધી છે. આવા સમયે પોતાનામાં પરિવર્તન લાવવું જરૂરી છે. લક્ષ્મીકાંત પ્યારેલાલ, કલ્યાણજી આનંદજી, આરડી બર્મન જેવા લીજેન્ડ વચ્ચે એક સોંગ રેકોર્ડ કરવું પણ અઘરું હતું અને ત્યારે તેઓની વચ્ચે કામ કરીને મેં પોતાનું નામ બનાવ્યું છે.
‘બાળપણની મુશ્કેલીઓથી મજબૂત બન્યો’: અનુ મલિક
મે મારી જાતને બદલી ‘એ મોહ મોહ કે ધાગે..’ સોંગ બનાવ્યું હતું જેને ખૂબ જ સફળતા મળી હતી. બાળપણામાં એક રૂમમાં પંખા વગર પરિવાર સાથે રહેતો હતો. બાળપણની મુશ્કેલીઓએ મને એટલું મજબૂત બનાવી દીધું છે કે, બાકીની કોઇપણ સ્ટ્રગલ નાની લાગે છે. સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે રીતે ગ્લોબલ થઈ રહી છે તેનાથી મોટી તક ઊભી થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.