આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી મોડેલને લઈને ગુજરાતની ચૂંટણી લડવા માટેની તૈયારી કરી છે, ત્યારે સ્વભાવિક રીતે જ તેના ખંડન કરવા માટે રાજકીય પાર્ટીઓ આગળ આવી રહી છે. દિલ્હીના કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે આમ આદમી પાર્ટીની જાહેરાતોને અને પ્રચારને લઈને મહત્વના ખંડન કર્યા છે. આમ આદમી પાર્ટીના દિલ્હી મોડેલને જાહેરાતોનો પરપોટો ગણાવ્યો હતો.
કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ કરાય
અરવિંદ કેજરીવાલ અન્ય રાજ્યોમાં જઈને સરકારમાં ચાલતા કોન્ટ્રાક્ટ પદ્ધતિની નાબુદીની વાતો કરતા હોય છે પરંતુ સત્ય છે કે તેઓ પોતાના જ રાજ્યની અંદર કોન્ટ્રાક્ટ લાગુ કરી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રની અંદર તો તેમણે આશ્ચર્યજનક રીતે શાળાનો સમગ્ર વહીવટ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને સોંપી દીધો છે. જેનું સમગ્ર સંચાલન આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કરી રહ્યા છે. મહોલ્લા ક્લિનિકમાં પણ આમ આદમી પાર્ટીના નજીકના લોકો જ કાર્યરત છે. ડીટીસી સેવામાં મોટા પાયે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ રાખવામાં આવી રહ્યા છે.
શિક્ષણ ક્ષેત્રે ખોટી વાતો ફેલાવવામાં આવી
કેજરીવાલ સરકાર સતત કહી રહી છે કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ છોડીને સરકારી શાળામાં આવી રહ્યા છે પરંતુ જ્યાં આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટ રહેશો વધી રહ્યો છે. દિલ્હીમાં શીલા દીક્ષિતની જ્યારે સરકાર હતી તેના કરતાં પણ વધુ ડ્રોપ આઉટ રહેશો સામે આવી રહ્યો છે.
ફી ફંડની રાજનીતિથી ભવિષ્યમાં મોટું નુકસાન થશે
દિલ્હીના કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે જણાવ્યું કે ફ્રી ફંડને રાજનીતિના કારણે દિલ્હીને ખૂબ જ મોટું નુકસાન થશે. આવનાર દિવસોમાં ભવિષ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય સહિતની અનેક સુવિધા આપવાના ક્ષેત્રોમાં દિલ્હી ખૂબ જ પાછળ રહી જશે. જે શીલા દીક્ષિતના રાજમાં દિલ્હી ઉપર ગર્વ થતું હતું તે હવે આવનાર દિવસોમાં દિલ્હીને લઈને જ અનેક સવાલ ઊભા થઈ જશે. દિલ્હી સરકાર સત્ય છુપાવે છે આરટીઆઈના જવાબ પણ નથી આપી રહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.