ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારી લોકસભા મતવિસ્તારનાં સાંસદ તથા સુરત એરપોર્ટ એડવાઈઝરી કમિટીનાં ચેરમેન સીઆર.પાટીલની ભલામણથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટ એડવાઇઝરી કમિટીનાં વાઇસ ચેરમેન પદે ચોર્યાસી વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય સંદીપ દેસાઈની નિમણુંક કરી છે.
તેમણે જણાવ્યું હતું કે,’પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર.પાટીલ,કેન્દ્રિય મંત્રી દર્શના જરદોશ અને બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાનાં સહિયારા પ્રયાસોને લીધે જ્યાં એક સમયે યુપીએ.સરકાર સમયે એક-બે ફ્લાઈટ ચાલતી હતી.બીજી તરફ 2014 માં કેન્દ્રમાં વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી આવતા રોજની 46 ફ્લાઈટની અવરજવર નોંધાઇ હતી.જ્યારે 2019માં પેસેન્જર સંખ્યા વધીને 15 લાખ નોંધાઇ હતી.2019માં શારજાહ-સુરતની સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થઈ હતી.
જે આજે પણ ખૂબ સફળ ફ્લાઈટ ગણવામાં આવે છે. સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડીંગ વિસ્તરણ,ટેક્સિ બેયસ,એપ્રન સહિતનાં 350 કરોડથી વધુ કિંમતનાં વિકાસનાં કામો ચાલી રહ્યાં છે.આ કામો ઝડપથી પુરા કરવા પ્રયાસ ચાલી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.