તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂસ્તર વિભાગ જાગ્યું:સુરતના જહાંગીરપુરા પાસે તાપી નદીમાંથી રેતી ઉલેચતા માફિયાઓ પર રેડ, 30 લાખની મત્તા કબજે

સુરત17 દિવસ પહેલા
બે બાર્જ, બે મશીન અને બે નાવડી કબજે લેવાયા.
  • રેતીમાફિયાઓ છૂમંતર, ભાવિન નામના યુવકને બલિનો બકરો બનાવાયો
  • બે બાર્જ, બે મશીન અને બે નાવડી ભૂસ્તર વિભાગ દ્વારા કબજે લેવાયા

સુરત શહેરના જહાંગીરપુરા આશારામ બાપુના આશ્રમ અને સ્મશાનભૂમિની પાછળના ભાગે તાપીનદીના પ્રતિબંધિત વિસ્તારમાં રેતીખનનનો વેપલો ભૂસ્તર વિભાગે ઝડપી પાડ્યો છે. મોડે મોડે જાગેલા ભૂસ્તર વિભાગે દરોડા પાડી બે બાર્જ, બે નાવડી અને બે મશીન મળી અંદાજે 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ભૂસ્તરે દરોડા પાડતા રેતીમાફિયાઓ નાસી છૂટ્યા હતા. જોકે, બાજ અને નાવડી ઝડપાતા ભાવિન નામના યુવકને બલિનો બકરો બનાવી ભૂસ્તર વિભાગ સમક્ષ હાજર કરી દેવાયો હતો.

જહાંગીરપુરા સ્મશાનભૂમિની પાછળના ભાગે દરોડા
તાપી નદીના પ્રતિબંધિત વિસ્તાર જેવા કે જહાંગીરપુરા, વરિવાય, નાના વરાછા, અમરોલી સહિતના વિસ્તારમાં રેતીખનનનો મસમોટો વેપાર થઇ રહ્યો છે. ઘણી વખત ભૂસ્તર વિભાગના અધિકારીઓ આકસ્મિક ચેકિંગ માટે નીકળે છે. પરંતુ રેતી માફિયાઓના ખબરીઓ ચારે તરફ ફેલાયેલા હોવાથી અધિકારીઓ સ્થળ પર પહોંચે તે પહેલા જ બાતમી મળતી જતાં નાવડી, બાર્જ ટૂક, રેતી સહિતની વસ્તુઓ સગેવગે કરી દેવામાં આવે છે. જોકે, ગત રોજ ભૂસ્તર વિભાગના અહેસાનઅલી સહિતના કર્મચારીઓએ જહાંગીરપુરા સ્મશાનભૂમિની પાછળના ભાગે દરોડા પાડી બે બાજ, બે નાવડી અને બે મશીન ઝડપી પાડ્યા હતા. આ બધુ મળીને 30 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત બાજ અને નાવડી ભાવિન નામના વ્યક્તિનું હોવાનું માલૂમ પડતાં ભૂસ્તર વિભાગે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

ભૂસ્તરે દરોડા પાડતા રેતીમાફિયાઓ નાસી છૂટ્યા.
ભૂસ્તરે દરોડા પાડતા રેતીમાફિયાઓ નાસી છૂટ્યા.

કલેક્ટરના આદેશનો ઉલાળ્યો, બાર્જ વડે બેફામ રેતીખનન
સુરત જિલ્લા કલેક્ટરે થોડા સમય અગાઉ જ સત્તાવાર પરિપત્ર જારી કરી પ્રતિબંધિત તેમજ પરમિટવાળા વિસ્તારમાં બાર્જની મદદથી રેતી કાઢવા પર પાબંધી ફરમાવી દીધી છે. એટલું જ નહીં પ્રતિબંધિક કે પરમિટવાળા સ્થળે બાર્જ વડે રેતીખનન કરવામાં આવે તો સીધી ફોજદારી રાહે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. ત્યારે પોલીસ ફરિયાદ કરાશે કે મામલો રફેદફે કરી દેવાશે તે જોવું રહ્યું.

ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા.
ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા.

જહાંગીરપુરામાં ધર્મેશ, રાજુ અને દેઉલનું સામ્રાજ્ય
જહાંગીરપુર આશારામ આશ્રમ અને સ્મશાનભૂમિની પાછળના ભાગે તાપીનદીમાંખી રેતી કાઢવાનો વેપલો બિન્ધાસ્ત રીતે ધમધમી રહ્યો છે. અહીંયા ધર્મેશ રાજુ અને દેખુલ બેફામ રેતીખનન કરી રહ્યા છે. ખુલ્લેઆમ રેતીખનનો વેપલો ધમધમતો હોવા છતાં ભૂસ્તર વિભાગના અધિકારીઓ આખા આડા કાન કરી રહ્યા છે. હજુ પણ દિવસે આ વિસ્તારમાં દરોડા પાડવામાં આવે તો મોટી સંખ્યામાં નાવડી, રેતી, ટ્રક અને બાજ મળી આવે તેમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો