• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Samples Were Taken By The Food And Drug Department Following A Complaint Of Adulterated Ghee In Shriram Dairy In Katargam, Surat.

આરોગ્ય વિભાગ હરકતમાં:સુરતના કતારગામમાં શ્રીરામ ડેરીમાં નકલી ઘી મળતું હોવાની ફરિયાદના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા

સુરત2 મહિનો પહેલા
પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

હાલ દિવાળીના તહેવારોની સિઝન ચાલી રહી છે. ત્યારે ડેરીઓ દ્વારા નકલી ઘી વેચાતું હોવાની વ્યાપક ફરિયાદો મળતા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. કતારગામમાં આવેલી શ્રીરામ ડેરીમાં નકલી ઘી મળતું હોવાને જાગૃત નાગરિકે કરેલી ફરિયાદના આધારે પાલિકા દ્વારા તપાસ હાથ ધરી સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી
કતારગામ વિસ્તારમાં આવેલી શ્રીરામ ડેરીમાં નકલી ઘી વેચાતું હોવાની જાણ થતા જાગૃત નાગરિક દ્વારા સુરત મહાનગરપાલિકાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેથી સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ હેલ્થ વિભાગ દ્વારા શ્રીરામ ડેરી ખાતે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તથા નકલી ઘી વેચાતું હોવાની ફરિયાદ બાદ ઘીના નમુના લેવામાં આવ્યા હતા.

ઘીના નમુના લેબોરેટરીમાં મોકલાયા
ફરિયાદ કરનાર જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, ઘીમાં ભેળસેળ થઈ હોય તે પ્રકારનું ઘી અશુદ્ધ હોવાનું મને લાગ્યું હતું. સાથે જ આ ઘી ડુપ્લીકેટ હોય તેવી આશંકા જતા મેં આરોગ્ય વિભાગને તથા સંબંધીત અધિકારીઓને જાણ કરી હતી. જેથી તેઓ તાત્કાલિક આવી ગયા હતા અને નમૂના લીધા હતા. ત્યારબાદ આ નમૂના પાલિકા દ્વારા લેબોરેટરીમાં મોકલવામાં આવનાર હોવાનું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...