આરોગ્ય વિભાગની કાર્યવાહી:સુરતમાં મસાલાના સ્ટોલ પર પાલિકાની ટીમ દ્વારા ભેળસેળ ન થાય તે માટે સેમ્પલ લેવાયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકાના અધિકારીઓ દ્વારા મસાલાના સ્ટોલ સહિતની દુકાનો પર તપાસ કરાઈ હતી. - Divya Bhaskar
પાલિકાના અધિકારીઓ દ્વારા મસાલાના સ્ટોલ સહિતની દુકાનો પર તપાસ કરાઈ હતી.
  • હળદર,મરચાં સહિતના મસાલાના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયા

ઉનાળામાં મરી મસાલો લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભરતા હોય છે. જે વર્ષભર ચાલે એ પ્રકારનો મસાલો ગૃહિણીઓ ભરતી હોય છે. શહેરના લગભગ તમામ વિસ્તારની અંદર આ પ્રકારના મરી મસાલાના સ્ટોલ ઊભા થઈ જતા હોય છે.મરી મસાલામાં ભેળસેળ ન થાય તેના માટે આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ઝોનમાં એક સાથે ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પાલિકાની ટીમ દ્વારા સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી.

મસાલાના સેમ્પલ લઈને ભેળસેળ થઈ છે કે કેમ તે તપાસવા લેબોરેટરીમાં મોકલાશે
મસાલાના સેમ્પલ લઈને ભેળસેળ થઈ છે કે કેમ તે તપાસવા લેબોરેટરીમાં મોકલાશે

ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી
ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા આજે મરી મસાલાના સ્ટોર ઉપર પહોંચીને સેમ્પલ લેવાનું શરૂ કરાયું હતું. સામાન્ય રીતે ઉનાળાના દિવસોમાં હળદર, મરચું સહિતનો મરી મસાલો ભરવાની પ્રથા છે. આ સમય દરમિયાન કેટલાક મરી-મસાલાનો વેપાર કરતા દૂધ લેતા આવો હળદર અને લાલ મરચા ની અંદર ઘણી વખત કલર પણ મિક્સ કરી દેતા હોવાના બનાવો સામે આવ્યા છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પુરવાર થઈ શકે છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તેના માટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

મરચાં પાવડર, હળદર પાવડર સહિતના મસાલાનું ચેકિંગ કરાયું હતું.
મરચાં પાવડર, હળદર પાવડર સહિતના મસાલાનું ચેકિંગ કરાયું હતું.

સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા
ફૂડ સેફ્ટી અધિકારી ડી. કે. પટેલે જણાવ્યું કે, આજે તમામ ઝોનમાં આરોગ્ય કમિશનરના આદેશ અને માર્ગદર્શન હેઠળ આજે મસાલાની દુકાનો પર જઈને સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લોકો ઉનાળાની સિઝનમાં મસાલા ખરીદતા હોય છે. જેમાં કોઈ અખાદ્ય પદાર્થનું ભેળસેળ ન થાય તેને માટે સેમ્પલ તપાસવામાં આવી રહ્યા છે. આ મરી મસાલાનો રિપોર્ટ 14 દિવસ બાદ આવશે. રીપોર્ટમાં કંઈ પણ આ યોગ્ય જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીઓએ આ સ્થળે તપાસ હાથ ધરી
દેવીકૃપા મસાલા, ડભોલી, વરદાયિની મસાલા, સિંગણપોર, ગુરૂકૃપા મસાલા, રમણ પાર્ક, સિંગણપોર, જલારામ મસાલા, ગંગેશ્વર પાસે, અડાજણ, જલારામ મસાલા,જહાંગીરપુરા, જયબુટ ભવાની મરચાં, સરથાણા નાકા, જય ખોડીયાર મરચા, જય ગટ્રાડ મરચા, શ્યામ મંદિર સામે, સરથાણા, ખોડીયાર મસાલા, માનસરોવર સર્કલ, અમરોલી, જલારામ મસાલા, બંબાગેટ ચોકી પાસે,કોસાડ, ગણેશ મસાલા, ગોપાલનગર, બમરોલી રોડ, ઉમિયા મસાલા, આર્શિવાદ ટાઉનશીપ,બમરોલી, ચામુંડા મરચાં, પટેલ ફળિયું, ડિંડોલી, સાંઈ સમ્રાટ મરચા, માંબુટ ભવાની મરચા, જય ખોડીયાર મરચા ફાર્મ, જય ચામુંડા મરચા ફાર્મ, વરાછા, પટેલ મરચા, કુબેર નગર, બોમ્બે માર્કેટ, જલારામ મસાલા, સેન્ટ્રલ મોલની બાજુમાં, ડુમસ રોડ, જલારામ મસાલા, ફલોરેન્સ હોસ્પિટલની બાજુમાં, વેસુ, સર્વ મંગલ મસાલા, પુના બોમ્બે માર્કેટ રોડ