તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Samples Of Sweets Taken On Rakshabandhan Failed In Surat, Rameshwar Dairy Of Varachha And Thakorji Sweets Of Alathan Were Fined

કાર્યવાહી:સુરતમાં રક્ષાબંધન પર લેવાયેલા મીઠાઈના સેમ્પલ ફેલ આવ્યા, વરાછાની રામેશ્વર ડેરી અને અલથાણની ઠાકોરજી સ્વિટ્સને દંડ કરાયો

સુરત22 દિવસ પહેલા
પાલિકા દ્વારા રક્ષાબંધન પૂર્વે લેવાયેલા મીઠાઈના રિપોર્ટ નેગેટિવ આવતાં કાર્યવાહી કરાઈ છે.
  • પાલિકા દ્વારા અખાદ્ય માવાનો 55 કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને રક્ષાબંધન પૂર્વે મીઠાઈની દુકાનોમાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. શહેરના વિવિધ વિસ્તારોમાંથી આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા લેવાયેલા કુલ 44 સેમ્પલોમાં 4 મીઠાઈની દુકાનના માવો અખાદ્ય હોવાનું જણાયું હતું.અલથાણની ઠાકોરજી સ્વિટ્સ, વરાછા મિનિબજારની રામેશ્વરમ ડેરી એન્ડ સ્વિટ્સ અને પાંડેસરાની અંબિકા માવાવાળાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 17 ઓગસ્ટના દિવસે મીઠાઈની દુકાનોમાં સેમ્પલ લેવામાં આવ્યા હતાં. ત્યારે શંકાસ્પદ જણાયા હતા તે માવાનો જથ્થો સીલ કરી દેવાયો હતો. ત્રણ દિવસ બાદ રિપોર્ટ આવતા તેનો નાશ કરી દેવામાં આવ્યો હતો. તેમજ મીઠાઈની દુકાન ધારકોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

લોકોએ મીઠાઈ આરોગી લીધા બાદ સેમ્પલ આવ્યા હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો.
લોકોએ મીઠાઈ આરોગી લીધા બાદ સેમ્પલ આવ્યા હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો.

કામગીરી સામે સવાલ ઉઠયાં
લોકોએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સખ્તાઈપૂર્વકની કામગીરી થવી જરૂરી છે. કારણ કે ઘણી વખતે સેમ્પલના પરિણામ વિલંબથી આવતો હોવાને કારણે લોકોના આરોગ્ય સામે પ્રશ્ન ઊભો થઈ જતો હોય છે. તહેવારોના 15 થી 20 દિવસ પહેલાંથી જ કામગીરી શરૂ થવી જોઈએ. કોર્પોરેશન દ્વારા જે સેમ્પલો મીઠાઈની દુકાનોમાંથી આવે છે. તે તેનો ઉપયોગ તેવો મીઠાઈ બનાવવામાં કરી લેતા હોય છે. ત્યારે તેની સામે કાર્યવાહી કરવાનો કોઈ તાત્પર્ય રહેતું નથી. કારણ કે તે માવાની મીઠાઈઓ શહેરીજનો આરોગી ચુક્યા હોય છે.

આરોગ્ય અધિકારીએ કહ્યું કે, વિક્રેતાઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આરોગ્ય અધિકારીએ કહ્યું કે, વિક્રેતાઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

પાલિકાએ કાર્યવાહી કરી-આરોગ્ય અધિકારી
આરોગ્ય અધિકારી ઉમરીગરે જણાવ્યું કે દુકાનોમાં માવાનો જથ્થો શંકાસ્પદ જણાયો હતો, તેને અમે પહેલાથી જ કરી સીઝ કરી દીધો હતો. જેથી કરીને તેને મીઠાઈ બનાવવા માટે ઉપયોગમાં ન લઈ શકાય. મીઠાઈની દુકાનોમાં તપાસ કરતી વખતે લીધેલા સેમ્પલનો રિપોર્ટ ત્રણ દિવસ બાદ આવે છે. જેમ આવા આ ખાદ્ય મળી આવ્યા છે તેનો અમે નાશ કરી દીધો હતો. માવા સુરત શહેરની અંદર અલગ-અલગ શહેરોમાંથી આવે છે. જે દુકાનમાંથી માવાના સૅમ્પલો નેગેટિવ આવ્યા છે તેમની સામે કાર્યવાહી કરી છે.