ચીટર ટોળકી:ઓનલાઈન ઠગાઈના માસ્ટર માઈન્ડ સમીમ અન્સારીએ પ્રાઈવેટ બેંક શરૂ કરી દીધી હતી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જામતારામાં ટોળકીને પકડવા સુરત પોલીસે મજૂરનો વેશ ધારણ કર્યો હતો

ઝારખંડના જામતારામાં ચીટર ટોળકીને પકડવા સાયબર ક્રાઇમની ટીમે ગમછો વિંટાળી મજૂર હોય તે રીતનો વેશ ઘારણ કરી કમલપુર ગામમાં ગયા હતા. ટોળકીના સૂત્રધારે શરૂ કરેલી પ્રાઇવેટ બેંકમાં પોલીસે એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડવા ગઈ ત્યારે મહત્વની કડીઓ લાગી હતી. જેના આધારે 2 ચીટરોને જામતારા સીટીમાં આવતા પોલીસે ચાલુ બાઇકે પકડી પાડયા હતા.

બન્નેની પૂછપરછમાં સૂત્રધાર સમીમ અંસારીનું નામ બહાર આવ્યું હતું. આથી સુરત પોલીસે સ્થાનિક પોલીસની મદદ લઈ જામતારાના કમલપુરગામમાં મોડીરાતે રેડ પાડી હતી. સૂત્રધારે દરવાજો ન ખોલતા પોલીસે દરવાજા તોડી નાખ્યો હતો. સૂત્રધાર ત્યાંથી ભાગી ગયો હતો. સૂત્રધારના ઘરેથી તેનો મોબાઇલ અને કેટલાક ડોકયુમેન્ટો મળ્યા હતા.

અલગ અલગ કુરિયર કંપનીના બોગસ કસ્ટમર કેર નંબર ગુગલ પર મુકી લોકોની સાથે ઠગાઈ કરતી જામતારાની આંતરરાજ્ય ગેંગના 2 સાગરિતો સાથે સુરતના દંપતી સહિત 8 જણાને સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. ટોળકીએ દેશભરમાં 744 લોકો પાસેથી દોઢ કરોડની રકમ પડાવી છે. 8 આરોપી 3 દિવસના પોલીસ રિમાન્ડ પર છે.

સુરતના દંપતી સહિત પાંચ લોકો મળી બે મહિનામાં અઢી કરોડથી વધુના ટ્રાન્ઝેકશન પોલીસને મળ્યા
સુરતના દંપતી સહિત 5 જણાના 60 થી 70 બેંક ખાતાઓમાં 2 મહિનામાં અઢી કરોડથી વધુના ટ્રાન્ઝેકશનો પોલીસને મળ્યા છે. મૂળ જામતારાનો વતની અને નવસારી બજારમાં પારસ એપાર્ટમેન્ટમાં રહી સિલાઈ કામ કરતા 24 વર્ષીય મોહંમદ આરીફ કરમુલમીંયા અંસારીએ જામતારામાં બેઠેલા સૂત્રધારને સુરતથી બેંક ખાતાઓની વિગતો મોકલતો હતો.

જયારે હેંમતકુમાર જગેશ્વર(27)(રહે,,કતારગામ,મૂળ યુપી), અરવિંદ જમોડ(30)(રહે,વેડરોડ,મૂળ ભાવનગર), અજય મકવાણા(23)(રહે,કાપોદ્રા,મૂળ ભાવનગર), કૌશિક નિમાવત(22) અને પત્ની શિલ્પા કૌશિક નિમાવત(19)(બન્ને રહે,વેડરોડ,મૂળ સુરેન્દ્રનગર)ના 60 થી 70 બેંક ખાતાઓમાં છેલ્લા 2 મહિનામાં અઢી કરોડથી વધુના ટ્રાન્ઝેેકશનો મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...