• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Sambit Patra, The BJP Spokesperson In Surat, Refrained From Responding Angrily To The Country's Rise In The Global Economy.

મોંઘવારી પર મૌન:સુરતમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ વર્લ્ડ ઈકોનોમીમાં દેશનું સ્થાન આગળ આવ્યાનો રાગ આલાપી જવાબ દેવાનું ટાળ્યું

સુરત6 દિવસ પહેલા
ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપના દિગ્ગજો મેદાને ઉતર્યા છે. ત્યારે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા આજે સુરતની મુલાકાતે છે. સુરતમાં ભાજપના મીડિયા સેન્ટર ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં કેટલાક મુદ્દાઓ ઉપર તેમને વિસ્તૃત ચર્ચા કરી હતી. મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી હતી પરંતુ કેટલાક મુદ્દાઓને લઈને ગોળ ગોળ જવાબ આપતા રહ્યા હતા. જેમાં મોંઘવારી મુદ્દે મૌન સેવ્યું હતું.

શહેર ભાજપ મહામંત્રી કિશોર બિંદલ ઉંઘ માણતા કેમેરામાં કેદ થયા હતાં.
શહેર ભાજપ મહામંત્રી કિશોર બિંદલ ઉંઘ માણતા કેમેરામાં કેદ થયા હતાં.

નેતાજીને ચૂંટણીનો થાક નેતાને દેખાયો
સુરતમાં ભારતીય જનતા પાર્ટી નો થાક હવે દેખાવા માંડ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા જ્યારે મહત્વની પત્રકાર પરિષદ સંબોધતા હતા ત્યારે ભાજપના શહેર મહામંત્રી કિશોર બિંદલ ઘસઘસાટ ઊંઘતા જોવા મળ્યા હતા. તમામ ભાજપના સંગઠનના નેતાઓ બેઠા હતા અને આ ભાઈ પાછળ આરામ ફરમાવી રહ્યા હતા. આખી પ્રેસ કોન્ફરન્સમાં ઝોકા ખાતા રહ્યા હતા.

આદિવાસીઓને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરાયા હતાં.
આદિવાસીઓને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરાયા હતાં.

મોંઘવારી પર પાત્રાનું મૌન
જે પ્રકારે દેશમાં મોંઘવારી વધી રહી છે. તેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગ ઉપર આર્થિક ભારણ આવી રહ્યું છે. તમામ ખાદ્ય ચીજ વસ્તુઓથી લઈને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે આ બાબતે પત્રકારો દ્વારા સંમિત પાત્રાને મોંઘવારીના મુદ્દે પૂછવામાં આવતા તેમણે આ જવાબનો ટાળવાનો પ્રયાસ કર્યો હોય તે રીતે કહ્યું કે, સતત દેશ પ્રગતિ કરી રહ્યો છે. આર્થિક મોરચા ઉપર ખૂબ આગળ વધી રહ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક સ્થાનમાં ભારત ખૂબ આગળ વધી રહ્યો હોવાની વાત કરતા રહ્યા હતા. પરંતુ મોંઘવારી અત્યારે સામાન્ય પ્રજાને નડે છે કે, કેમ તેને લઈને તેમનો કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.

કોંગ્રેસ રાહુલ ગાંધીને કેટલી વખત લોન્ચ કરશે
રાહુલ ગાંધી અંગે તેમણે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, તેઓ ભારત જોડો નહીં પરંતુ ભારત તોડો યાત્રા કરી રહ્યા છે. આટલા વર્ષો સુધી તેમનું દેશમાં શાસન રહ્યું હતું. છતાં પણ અત્યારે તેમને ભારત જોડવાની ફરજ પડી રહી છે. જોકે આ યાત્રા રાહુલ ગાંધીને ફરી એક વખત રાજનીતિમાં લોન્ચ કરવા માટેની છે. પરંતુ હવે રાહુલ ગાંધીમાં ફ્યુલ પણ પૂરું થઈ ગયું છે. રાહુલ ગાંધીના નેતાઓ જ તેમનું માનતા નથી. ગઈ કાલે મહુવા ખાતેની તેમની સભામાં હિન્દીમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન કરતી વખતે ભરતસિંહ સોલંકીએ ટ્રાન્સલેશન કરવાનું બંધ કરી દીધું હતું.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર ટીપ્પણી પાત્રાએ કરી હતી.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર ટીપ્પણી પાત્રાએ કરી હતી.

ભાજપમાં આદિવાસીઓને મહત્વનું સ્થાન
ભારતીય જનતા પાર્ટીની સરકારે મહિલા આદિવાસીને રાષ્ટ્રપતિ જેવા ઉચ્ચ સ્થાન ઉપર બિરાજમાન કર્યા છે. રાહુલ ગાંધી કાયમ એકની એક ટેપ વગાડતા રહે છે. આદિવાસીઓની જમીન છીનવાય છે. આદિવાસીઓ સાથે અન્યાય થાય છે. પરંતુ ગુજરાતની અંદર જે વિકાસ થઈ રહ્યો છે. તેમાં આદિવાસીઓનો ફાળો ખૂબ વધુ છે. આદિવાસીઓની કોઈ પણ જગ્યા સરકાર દ્વારા જબરજસ્તીથી લેવામાં આવી નથી. ભાજપ સાથે આદિવાસીઓ જોડાઈ ગયા છે અને તેનું પરિણામ દેખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...