વિશ્વાસઘાત:સુરતમાં જ્વેલર્સના સેલ્સમેને 2.76 કરોડના દાગીના વેચીને બારોબાર ઉઘરાણી કરી છેતરપિંડી આચરી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. (ફાઈલ તસવીર)
  • દુકાનદારે કહ્યું, જેને નોકરી આપી એ જ દગાબાજ નીકળ્યો

સુરતના મહિધરપુરા વિસ્તારમાં લક્ષ્મી નારાયણ જ્વેલર્સનો સેલ્સમેન એક વર્ષમાં 2.76 કરોડના સોનાના દાગીના વેચાણ માટે લઈ જઈ બારોબાર રૂપિયાની ઉઘરાણી કરી વિશ્વાસઘાત કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જવેલર્સના હોલસેલ વેપારીએ કહ્યું હતું કે, નોકરી છૂટી ગયા બાદ મુકેશ મોદીને રોજગારી આપી ને એ જ દગાબાજ નીકળ્યો એનું દુઃખ છે. 20 વર્ષ સુધી બન્ને એ સાથે કામ કર્યું છે. જોકે હરેશભાઈની ફરિયાદ બાદ DCB પોલીસે મુકેશને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

એક વર્ષમાં જ ચૂનો લગાવ્યો
હરેશભાઇ કરશનભાઇ ઝાલાવાડીયા (હોલસેલના જવેલર્સના વેપારી) એ જણાવ્યું હતું કે, તેઓ લક્ષ્મી જવેલર્સના માલિક અને .ડી/904, લક્ષ્મી રેસીડેન્સી, ગજેરા સ્કુલ પાસે, કતારગામ, માં રહે છે. અઢી વર્ષ પહેલાં તેમણે હોલસેલ જવેલરી નો વેપાર શરૂ કર્યો હતો. કામકાજ માટે 20 વર્ષ જુના સાથી કર્મચારી મુકેશ પોપટભાઇ મોદી (રહે.201,હરીચિંતન કોમ્પલેક્ષ, કુબેરનગર-1, કતારગામ, સુરત મુળગામ- રૂણીગામ તા-ધાનેરા જી.બનાસકાંઠા) ને કામે રાખ્યો હતો. મુકેશ 2020 થી 2021 દરમિયાન સેલ્સમેન તરીકે સોનાના દાગીના વેંચાણ કરી આપવાનું કહી અલગ-અલગ જ્વેલર્સના વેપારીઓ તેમજ ગ્રાહકોને સોનાના દાગીના આપવાના બહાને 18 કેરેટ ગોલ્ડમાં 6471.506 ગ્રામ સોનાના દાગીના કુલ કિંમત રૂપિયા 2,69,08,522, અને 24 કેરેટ ગોલ્ડમાં 148.410 ગ્રામ સોનાના દાગીના કુલ કિમત રૂપિયા 7,34,630 મળી આશરે કુલ રૂપિયા 2,76,43,151 સોનાના દાગીના લઈ ગયો હતો.

ડમી ગ્રાહકો હોવાનું સામે આવ્યું
લોકડાઉન આવી જતા ઉઘરાણી થઈ શકી ન હતી. જોકે જૂન-જુલાઈમાં વેપાર ફરી શરૂ થતાં થોડી થોડી ઉઘરાણી કરી આપવા કહેવામાં આવ્યું હતું. બસ એ જ દિવસથી મુકેશ લગભગ આયોજિત પ્લાનિંગ મુજબ આજકાલ કહી સમય બગાડતો ગયો.પછી અચાનક ગાયબ થઈ જતા આખરે પોલીસના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે.તેણે વેચેલા દાગીનાના ગ્રાહકો પણ ડમી હોવાનું લગભગ સામે આવ્યું છે. રુપિયાની ઉઘરાણીની વાત આવતી એટલે મુકેશ તેના ઓળખીતા 5-6 મિત્રો સાથે ફોન ઉપર પેમેન્ટ કરાવવા બાબતે વાતચીત કરાવતો હતો. જોકે એમાંના કોઈએ પણ દાગીના લીધા ન હોવાનું જાણવા મળ્યું છે. મુકેશ પોપટભાઇ મોદી નાસી જતા હવે DCB તપાસ કરી રહી હોવાનું હરેશભાઈએ ઉમેર્યું હતું.