• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Sales Of Solar Panels Fell 70 Per Cent From GST 5 To 12 Per Cent, 3.25 KW Solar Panels Became 25 Thousand More Expensive

સમસ્યા:GST 5થી 12 ટકા કરાતા સોલાર પેનલનું વેચાણ 70 ટકા ઘટી ગયું, 3.25 કિલો વોટની સોલાર પેનલ 25 હજાર મોંઘી થઈ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મટિરિયલ્સમાં 20થી 25 ટકાનો વધારો પણ જવાબદાર

સરકાર દ્વારા સોલાર પેનલ પર જીએસટીનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. એક તરફ જીએસટીના દરમાં વધારો થયો છે બીજી તરફ સોલાર પેનલ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા મટિરિયલ્સના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થયો છે. જેથી છેલ્લાં 2 મહિનામાં શહેરમાં સોલાર પેનલના વેચાણમાં 70 ટકા ઘટાડો થયો છે. સોલાર પેનલ સિસ્ટમ ફિટ કરતી 350 એજન્સીઓ શહેરમાં છે. એક એજન્સી મહિનામાં 350 કિલો વોટના પ્લાન્ટનું કામ કરતી હતી. છેલ્લાં 2 માસથી દરેક એજન્સી માંડ 50 કિલો વોટ સોલાર સિસ્ટમ ફિટ કરી રહી છે. 3.25 કિલો વોટ સોલાર પેનલના ભાવમાં પણ 25 હજારનો વધારો થયો છે.

2 માસમાં સોલર ફિટિંગમાં ઘટાડો થયો છે
હાલ છેલ્લાં 2 મહિનાથી સોલાર ફિટ કરવામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને મટિરિયલ્સના ભાવમાં વધારો સાથે સાથે જીએસટીના નવા દરને કારણે સોલાર પેનલ સિસ્ટમો મોંધી થઈ ગઈ છે. જેના કારણે વેચાણમાં 70 ટકા ઘટાડો નોંધાયો છે. - નિરવ ધાનાણી, સોલાર એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ

મટીરીયલ્સભાવ વધારો
સ્ટિલ20 ટકા
સોલાર પેનલ10 ટકા
ઈન્વર્ટર10 ટકા
કોપર10 ટકા
લેબર ચાર્જ10 ટકા
ટ્રાન્સપોર્ટેશન10 ટકા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...