લોકડાઉન 4:ઇ-સ્ટડીઝ, વર્ક ફ્રોમ હોમના ટ્રેન્ડથી રોજ 100ની જગ્યાએ 300 ટેબલેટનું વેચાણ

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ ડિલર્સ એસો.ના મતે ટેબલેટ-સ્માર્ટફોનના વેચાણમાં 40%નો વધારો
  • સ્કૂલ તેમજ વાલીઓ ટેબલેટની ઈન્ક્વાયરી કરી રહ્યા છે: વિક્રેતા

ઈ-લર્નિંગ થકી ઓનલાઈન ક્લાસિસ શાળાઓ અને વિવિધ એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ્સ દ્વારા ચલાવાઇ રહ્યા છે. જેના પગલે આઈપેડ અને ટેબલેટના વેચાણમાં વધારો થયો છે. સુરત મોબાઈલ ડિલર્સ એસોસિએશન પાસેથી મળતી માહિતી પ્રમાણે જ્યાં પહેલાં માંડ રોજના 100 ટેબલેટ વેચાતા હતા. તેની ડિમાન્ડ ઓચિંતી 3 ઘણી વધીને 300ને પાર થઈ છે. મોટી સ્ક્રીનના ફોન્સ પણ 500 વેચાણ થઈ રહ્યા છે. હજુ પણ શાળા-કોલેજ તેમજ અન્ય એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ્સ શરૂ થઈ નથી,  શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઈ-લર્નિંગ શરૂ કરાયું છે. ઈ-લર્નિંગ એપ્લિકેશન મારફતે ઈ-ક્લાસિસ ચલાવાઇ રહ્યા છે.  શહેરના સિટીલાઈટ વિસ્તારના મોબાઈલ વિક્રેતા પ્રતિક પટેલ જણાવે છે કે, વિદેશી કંપનીઓના અને સારા ક્વોલિટીના ટેબ્સ અને પેડ્સના વેચાણમાં તો સીધો 40 ટકા કે તેથી વધુનો વધારો નોંધાયો છે.’
525 વિક્રેતા પાસે માંગ વધી
શહેરના 525 વિક્રેતાઓ સહિત ડિસ્ટ્રીક્ટના 1100 વિક્રેતાઓની પાસે ફોન્સ-ટેબ્સની સારી ડિમાન્ડ છે. અમારે ત્યાં જ એક મહિનામાં 100 ટેબ્સનું વેચાણ થતું હતું. તે સીધું 3 ગણું વધી ગયું છે. મિનિમમ 300 ટેબ્સનું વેચાણ થઈ ચૂક્યું છે. રૂ.7000 થી લઈને રૂ.15,000 સુધીના વિદેશી અને 5.5 ઈંચની સ્ક્રીન કરતાં મોટા ફોનની પણ ડિમાન્ડ છે. > સંજીવ ભાટીયા, પ્રેસિડેન્ટ, સુરત મોબાઈલસ ડીલર્સ એસોસિએશનરોજ 2થી 3 વાલીઓ આવે છે
રોજ 2થી 3 વાલીઓ આવે છે
સુરત મોબાઇલ રીટેઇલ એસો.ના પ્રેસિડેન્ટ વિનિત અગ્રવાલ જણાવે છે કે ‘અમારી 13 શોપ  છે. પ્રત્યેક દુકાનો પર દરરોજના 2 થી 3 વાલીઓ ટેબલેટ લેવા આવે છે તેમજ સ્કૂલ્સમાંથી ટેબલેટ્સની ઈન્ક્વાયરી આવે છે.’ અન્ય એક મોબાઇલ વિક્રેતાનું કહેવું છે કે ભારતીય મોબાઇલ કંપનીઓનું પ્રોડક્શન 6 માસથી બંધ છે. વિદેશી ફોન પર 27 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી છે. સાથે તેના પાર્ટસ પર 2 ટકાનો ટેક્સ છે. વિદેશી ફોન આવતાં બંધ થઈ જાય તો સરકારને સીધું 25 ટકાની રેવેન્યુ લોસ થશે.

અન્ય સમાચારો પણ છે...