તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Sales Of 1376 Luxurious Cars In The State In 8 Months, 25% Most Customers Buying Premium Cars In Surat Are In The Age Group Of 45 To 60

વેચાણમાં વધારો:ગુજરાતમાં 8 મહિનામાં 1376 લક્ઝુરિયસ કારનું વેચાણ, 25% સુરતમાં પ્રીમિયમ કાર ખરીદનારા સૌથી વધુ ગ્રાહકો 45થી 60ની વયજૂથના છે

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • સુરતમાં 8 મહિનામાં 131 મર્સિડીઝ વેચાઈ હોવાનો કંપનીનો દાવો, સુરતમાં વેચાતી લક્ઝુરિયસ કાર 80 ટકા ડીઝલ
  • હવે વકીલ, ડોક્ટર, સીએ પણ મોભાદાર કારો ખરીદતા થઈ ગયા

કોરોના પહેલાં માત્ર બિઝનેસમેન જ લક્ઝુરિયસ કાર ખરીદતા હતા, પરંતુ હવે વકીલ, ડોક્ટર અને સીએ સહિતના વ્યવસાયકારો પણ મોભાદાર કારોની ખરીદી કરતા થઈ ગયા છે. કોરોનાની કથિત મંદી વચ્ચે એક તરફ રાજ્યભરમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં વધારો થયો છે. ત્યારે માત્ર સુરતમાં જ છેલ્લા આઠ મહિનામાં 338 લક્ઝુરિયસ કારોનું વેચાણ થયું છે, જે રાજ્યના 25 ટકા થાય છે. આ વેચાણમાં સૌથી વધારે 131 મર્સિડીઝ કાર છે, જ્યારે 92 BMW અને 32 જેગુઆર છે.

છેલ્લા 8 મહિનામાં વેચાણ

કારરાજ્યસુરતટકાવારી
મર્સિડીઝ52313125
બીએમડબ્લ્યુ3929224
જેગુઆર1183933
ઓડી1904423
વોલ્વો1223226
પોર્શે3100
કુલ137633825

સેન્ટ્રલ સ્ટારે આપેલા આંકડા મુજબ

સુરતમાં વર્ષે 550 મોંઘી કારનું વેચાણ
રાજ્યમાં અંદાજે દર વર્ષે 2400 લક્ઝુરિયસ કારનું વેચાણ થાય છે. એકલા સુરતમાં જ 550 જેટલી કાર વેચાય છે, જેમાંથી 50 ટકા મર્સિડીઝ હોય છે. ગુજરાતમાં લક્ઝુરિયસ કારના કુલ વેચાણમાંથી 75 ટકા ડીઝલ કાર અને 25 ટકા પેટ્રોલ કારનું હોય છે, જ્યારે સુરતમાં 80 ટકા ડીઝલ કાર અને 20 ટકા પેટ્રોલ કારનું વેચાણ થાય છે.

ડાયમંડ બુર્સને કારણે ખરીદી વધશે
શહેરમાં વિશ્વકક્ષાનું ડાયમંડ બુર્સ આકાર લઈ રહ્યું છે ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો ઉદ્યોગકારો મુંબઈથી સુરતમાં વસવાટ કરવા આવશે. એને કારણે પણ સુરતમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં વધારો થશે, એવો સ્થાનિક શોરૂમમાલિકોનો મત છે, જેથી લક્ઝુરિયસ કાર કંપનીઓ હવે સુરતમાં આ પ્રમાણેનું પ્લાનિંગ કરી રહી છે.

સેન્ટ્રલ સ્ટારના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કે.એસ. ચિમા.
સેન્ટ્રલ સ્ટારના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કે.એસ. ચિમા.

પહેલાં બિઝનેસમેન જ ખરીદી કરતા
સેન્ટ્રલ સ્ટારના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કે.એસ. ચિમાએ કહ્યું હતું કે ‘પહેલાં સૌથી વધારે લક્ઝુરિયસ કાર બિઝનેસમેનો જ વસાવતા હતા, પરંતુ કોરોનાકાળ બાદ 45થી 60 વય જૂથના લોકો તેમજ ખાસ કરીને સીએ, ડોક્ટર, વકીલ વગેરે પણ ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ, કોરોના હોવાથી મુંબઈ, અમદાવાદ, વડોદરા જવા ટ્રેન કે પ્લેનની મુસાફરી ટાળી લોકો આરામદાયક કારમાં સફર કરવાનું વધારે પસંદ કરે છે. અમારી સંસ્થાએ 10 મહિનામાં 300 ટકાનો ગ્રોથ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...