• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Sales Fall By 15 Per Cent Due To Petrol Price Hike, CNG Sales Rise By 45,000 Kg Daily, Now Consider 30 Per Cent Hike In Goods Transport Fares

બિઝનેસ:પેટ્રોલના ભાવ વધતાં વેચાણ 15 ટકા ઘટી ગયું, CNGના વેચાણમાં દૈનિક 45 હજાર કિલોનો વધારો, હવે ગુડ્ઝ ટ્રાન્સપોર્ટનાં ભાડાંમાં 30 ટકા વધારો કરવા વિચારણા

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 લાખ વાહન પેટ્રોલના 12 લાખ વાહન ડીઝલના
  • 33 લાખ વાહનો શહેરમાં
  • CNGના વાહનો 44384 ટ્રાન્સપોર્ટ ,31985 નોનટ્રાન્સપોર્ટ

શહેરમાં આજે સાદા પેટ્રોલનો ભાવ 100 રૂપિયાથી વધુ થઈ ગયો છે. દિવસે દિવસે પેટ્રોલના ભાવમાં વધારો થવાને કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. જ્યારે બીજી તરફ સીએનજીના વેચાણમાં અને ઈલેક્ટ્રિકલ વ્હીકલના વેચાણમાં પણ વધારો થયો છે. પેટ્રોલનો ભાવ વધતા ઈલેકટ્રોનિક બાઈકોના શોરૂમમાં પણ વધારો થયો છે. શાકભાજીના કિલો દીઠ ભાવમાં રૂ. 3થી રૂ. 10, કરિયાણાના ભાવમાં કિલો દીઠ રૂ. 20 થી 40, દૂધમાં લિટરે 2 રૂપિયા અને લોકલ ટ્રાન્સપોર્ટમાં કિલોમીટર દીઠ રૂપિયા 2 થી 5 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે લોકો હવે સીએનજી ગેસ અને ઈ વ્હીકલ તરફ ફરી રહ્યા છે.

સીએનજીનું રોજનું વેચાણ 45 હજાર કિલો વધ્યું
પેટ્રોલનો ભાવ રોજે રોજ વધી રહ્યો છે ત્યારે હવે લોકો સીએનજી તરફ મોટા પ્રમાણમાં વળી રહ્યા છે. માત્ર સીએનજી ગેસનું વેચાણ કરતાં શહેરમાં 20 ગેસ સ્ટેશનો છે. જ્યારે પેટ્રોલ પર પણ ગેસ સ્ટેશન હોય તેવા 20 પેટ્રોલ પંપ છે. બે વર્ષ પહેલા આ તમામ ગેસ સ્ટેશન મળીને રોજનો 2,80,000 કિલો કેસ વેચાતો હતો. પરંતુ છેલ્લાં 6 મહિનાથી રોજ 3,25,000 કિલો સીએનજી ગેસ વેચાઈ છે. એટલે રોજનો 45 હજાર કિલો ગેસનું વેચાણ વધી ગયું છે.

પેટ્રોલનું વેચાણ ઘટી જતાં તેના પરની એક્સાઈઝ ડ્યુટી રૂ.13થી રૂ. 32 થતા ઘટાડો કરવા પેટ્રોલ પંપ એસોસિએશનની માગણી

  • ‘પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખુબ જ વધારો થયો છે. ત્યારે ટ્રાન્સપોર્ટમાં અમારે ભાવ વધારો કરવા સિવાય કોઈ છૂટકો નથી. અમે આવનારા દિવસોમાં 30 ટકા સુધી ભાવ વધારો કરીશું’. > યુવરાજ દેશલ, ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ
  • ‘હાલ સીએનજી વેચાણમાં ખુબ જ વધારો થયો છે. આઈસર કંપની તેના મીડિયમ સાઈઝના ટેમ્પોમાં પણ સીએનજી કિટ આપે છે. શહેરમાં અંદાજે આવા 50 જેટલા ટેમ્પો ફરી રહ્યા છે’. > નિરજ મોદી, સીએનજી પેટ્રોલ પંપ સંચાલક, કતારગામ
  • ‘પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા તેના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. ગત મે માસમાં સરકારે એક્સાઈઝ ડ્યુટી રૂ.13 થી 32 રૂપિયા કરી દીધી છે. સરકારે આ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવો જોઈએ.’ > બચુભાઈ પટેલ,પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ​​​​​​​

સાદા પેટ્રોલ - ડીઝલના વેચાણમાં 15 % નો ઘટાડો

પેટ્રોલ-ડીઝલપહેલા રોજનું વેચાણહવે રોજનું વેચાણ
પેટ્રોલ4.50 લાખ લિટર3.85 લાખ લિટર
ડીઝલ6.50 લાખ લિટર5.55 લાખ લિટર
પ્રિમિયમ પેટ્રોલ50 હજાર લિટર5 હજાર લિટર

​​​​​​​

જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવમાં પણ વધારો

જરૂરી વસ્તુઓ

કેટલો ભાવ વધ્યો (રૂપિયામાં)

શાકભાજી

3થી 10 (કિલો દીઠ)

કરિયાણુ

20થી 40 (કિલો દીઠ)

દુધલિટરે 2 રૂપિયા

​​​​​​​

2 વર્ષમાં શહેરમાં 1007 ઈલેક્ટ્રિક વાહનો વેચાયા
​​​​​​​

વાહનનો પ્રકારવાહનો વેચાયા
ટુ વ્હિલર796
થ્રી વ્હીલર52
ફોરવ્હિલ105
અન્ય54

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...