તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:સલાબતપુરાના વેપારીનું 14 લાખ માટે અપહરણ, પોલીસે છોડાવ્યો

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 4 કલાકમાં જ પોલીસે શોધી કાઢ્યા, ચારની ધરપકડ

સલાબતપુરાના કાપડના વેપારીનું 14 લાખ રૂપિયાની ઉઘરાણી માટે અપહરણ કરાયું હતું. જેને છોડાવી પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ વેપારીનું કતારગામથી અપહરણ કરીને સલાબતપુરા વિસ્તારમાં ગોંધી રાખ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ અમરોલી વિસ્તારમાં રહેતો આનંદ લોડલીયા સલાબતપુરામાં રિંગરોડ પર કાપડનો વેપાર કરે છે. આનંદની ઓેફિસમાં તેનો કૌટુંબિક ભાઈ આયુષ પણ કામ કરે છે. થોડાક સમય પહેલા આનંદે જાફર સિદ્દીક ગોડીલ પાસેથી 4 લાખ રૂપિયાનું વેલ્વેટનું કાપડ ઉધારમાં ખરીદી રાહુલ વસોયાને જોબવર્ક કરવા આપ્યું હતું. જેની મજૂરી તરીકે 2 લાખ રૂપિયા રાહુલને આપવાના થતા હતા. એ સિવાય આનંદને આરીફ અંસાર મલિક અને ભૂમિત રમેશ કળસરિયાને પણ કાપડના 8 લાખ રૂપિયા ચૂકવવાના થતા હતા. જેથી આનંદે શનિવારે આયુષને કહ્યું કે, તમામ લેણદારો રૂપિયા માંગી રહ્યા છે.

શનિવારે રાત્રે કતારગામમાં ગજેરા સ્કૂલના ગેટ પાસે આનંદ, આયુષ અને ભૂમિત ભેગા થયા હતા. ત્યારે ત્યાં જાફર, રાહુલ, આરીફ તથા અન્ય ચારેક જણા મોપેડ પર આવ્યા હતા. તેઓએ આનંદ અને આયુષને જબરજસ્તી બાઈક પર બેસાડી દીધા હતા. રસ્તામાં આયુષ તક જોઈને બાઈક પરથી ઉતરી ગયો હતો. ત્યારબાદ થોડા સમયમાં આનંદે આયુષને ફોન કરીને જણાવ્યું હતું કે, તમામ આરોપીઓ તેમને સલાબતપુરામાં આરીફના ગોડાઉન પર લઈ આવ્યા છે. જેથી આયુષે કતારગામ પોલીસને જાણ કરતા પોલીસે સલાબતપુરામાં આરીફના ગોડાઉન પર છાપો મારી ત્યાથી આનંદને મુક્ત કરાવી આરોપીઓની અટકાયત કરી હતી. આયુષે તમામ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...