તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સખી વન સ્ટોપ ઘરેલુ હિંસાનો ભોગ મહિલાની વહારે

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારી અને લોકડાઉન વચ્ચે પણ મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બની રહી છે. લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાનો શિકાર આવી જ એક પરિણીતાને સખી વન સ્ટોપે આશરો આપ્યા બાદ સાસરીયાઓને સમજાવી પરત ઘરે પહોંચાડી હતી. પાંડેસરા વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પતિ અને જેઠ દ્વારા શારીરીક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મહિલાએ અભયમ 181 હેલ્પલાઈનની મદદ લેતા હેલ્પલાઈન દ્વારા સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર લઈ આવવામાં આવી હતી.  સખી વન સ્ટોપ સેન્ટરના પાયલ પટેલ અને તેમની ટીમે મહિલાનુ કાઉન્સેલિંગ કર્યુ હતું. જેમાં પતિ અને જેઠ દ્વારા હિંસા અને ત્રાસ ગુજારવામાં આવતો હોવાનું જણાતા સખી વન સ્ટોપ સેન્ટરના પાયલ પટેલે સેન્ટરમાંથી જ પતિને ફોન કરી સમજાવ્યાં હતા. આખરે પતિ અને જેઠ દ્વારા હવે પછી કોઈ પણ પ્રકારની હિંસા કે ત્રાસ નહિ આપે તેવી તેવી બાંહેધરી આપવામાં આવ્યા બાદ પરિણીતાને તેના પતિના ઘરે પહોંચાડવામાં આવી હતી. અત્યાર સુધીમાં સખી વન સ્ટોપ સેન્ટરમાં  કુલ 275 જેટલા કેસો આવ્યા છે. જેમાંથી 267 કેસ ઘરેલુ હિંસાના જ આવ્યા છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો