નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારી સામે જિલ્લા કલેકટરે સુઓમોટો દાખલ કરીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો છે. શહેરના નાનપુરા ખાતે આવેલી જમરૂખગલીમાં સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ ઉભુ કરીને જુગારનો અડ્ડો ચલાનારા સજ્જુ કોઠારી સામે જિલ્લા કલેકટરે સુઓમોટો દાખલ કરીને લેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવશે.લેન્ડ ગ્રેબીંગનાં કેસોમાં સરકારપક્ષે પ્રથમ વખત સુઓમોટો લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી લેન્ડગ્રેબિંગની બેઠકમાં અલગ-અલગ વિસ્તારની કુલ 44 જેટલી અરજીઓ પૈકી 38 અરજીઓે દફતરે કરવામાં આવી હતી. જયારે 4 અરજીઓમાં લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં નાનપુરા વિસ્તારમાં જમરૂખગલીનાં શાલીમાર કોમ્પલેક્ષમાં રહેતો માથાભારે મોહમદ સજ્જુ ગુલામ મોહમદ કોઠારીએ ઘર નજીક જ આવેલી વોર્ડ નંબર-1ની સર્વે નંબર 1985(અ)-(બ) અને 1989-90-91 અને 92 નંબરની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરીને ત્યાં ચલાવાતા જુગારના અડ્ડાવાળી જગ્યા પણ સામેલ છે. વર્ષોથી સરકારી જમીન ઉપર કબ્જો જમાવનાર સજ્જુ કોઠારી સામે નોંધાયેલા અનેક ગુનાને પગલે કલેકટર દ્વારા સરકાર પક્ષે સુઓમોટો લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સજ્જુ કોઠારી લાલજપોર જેલથી અગાઉ પોલીસ સાથે ઝપાઝપી કરી મિત્ર સાથે બાઈક પર ફરાર થઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.