સાત સમંદર પાર સત્સંગ:સ્વામિનારાયણ ગુરુકુળના સંતો ઈંગ્લેન્ડની સત્સંગ યાત્રાએ, લંડનની ધરતી પર આરતી મહોત્સવ ઉજવાયો

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈંગ્લેન્ડ ગયેલા સંતો દ્વારા હરિભક્તોના સ્નેહમિલનની સાથે સાથે આરતી મહોત્સવ ઉજવવામાં આવ્યો - Divya Bhaskar
ઈંગ્લેન્ડ ગયેલા સંતો દ્વારા હરિભક્તોના સ્નેહમિલનની સાથે સાથે આરતી મહોત્સવ ઉજવવામાં આવ્યો
  • હરિભક્તોના સ્નેહમિલનમાં સંતોએ આશિર્વચન આપ્યાં

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સુરત તથા નીલકંઠ ધામ પોઈચાથી સાત સમંદર પાર ઈંગ્લેન્ડ ગયેલા સંતો દ્વારા હરિભક્તોના સ્નેહમિલનની સાથે સાથે આરતી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા હરિભક્તોએ સંતોના આશિર્વચન મેળવવાની સાથે સાથે આરતીનો લાભ લેવાની સાથે વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મહત્વપૂર્ણ છે કે,કોરોનાકાળ પછી બે વર્ષે સંતો વિદેશના વિચરણ કરવા ગયાં છે. જેથી વિદેશમાં વસતા હરિભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મહા આરતીમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયાં હતાં.
મહા આરતીમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયાં હતાં.

આરતીનો 219 મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો
મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી પ્રભુ સ્વામી, ભક્તિ તનયદાસ સ્વામી, ભજન સ્વામી' તથા યોગદર્શન સ્વામી લંડનની સત્સંગ યાત્રાએ ગયા છે.જેમનું એરપોર્ટ પર જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નૂતન વર્ષના નવા દિવસોમાં કોરોના કાળ પછી બે વરસે લંડન પધારતા સંતોની ઉપસ્થિતિમાં હરિભકતોનું સ્નેહમિલન તથા આરતી મહોત્સવ યોજાયો હતો. " જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી " આ આરતીનો 219 મો પ્રાગટ્ય મહોત્સવ સંતોની ઉપસ્થિતિમા ઉજવાયો હતો. લંડનના કેન્ટન હેરો ખાતે પ્રિસ્ટ મીડ સ્કૂલમાં યોજાયેલ સભાના પ્રારંભે કીર્તન ભક્તિ યોજાયેલ . સુરત સ્વામિનારાયણ ગુરુકુલ વેડરોડથી પધારેલ ભક્તિ તનયદાસજી સ્વામીએ પ્રાસંગિક વાત કરી હતી.

સંતો દ્વારા હરિભક્તોને સત્સંગની સાથે આશિર્વચન અપાયાં હતાં.
સંતો દ્વારા હરિભક્તોને સત્સંગની સાથે આશિર્વચન અપાયાં હતાં.

ઈશ મેનેજમેન્ટની સમજ અપાઈ
નીલકંઠધામ પોઇચાના યોગાચાર્ય સ્વામી યોગદર્શનદાસજી સ્વામીએ વચનામૃત ઉપર વિવેચનાત્મક પ્રવચન આપ્યું હતું. જયારે સ્વામી પ્રભુચરણદાસજીએ સ્નેહમિલન પ્રસંગે વાત કરતાં કહ્યું હતું કે,બીઝનેસનું જેમ મેનેજમેન્ટ કરીએ છીએ, તેમ જીવનનું પણ મેનેજમેન્ટ કરી તમારો થોડો સમય પણ પરિવાર, સંતાન તેમજ ઇષ્ટદેવની આરાધના માટે મેનેજ કરવાનો નૂતન વર્ષે સંકલ્પ કરાવ્યો હતો.

એરપોર્ટ પર જ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ પર જ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડિલોની સત્સંગ સભા યોજાઈ
મહત્વપૂર્ણ છેકે, 219 માં આરતી પ્રાગટ્ય મહોત્સવ અંગે વાત કરતા પ્રભુ સ્વામિએ કહ્યું હતું કે,45 વર્ષના સદગુરૂ શ્રી મુક્તાનંદ સ્વામીએ 21 વર્ષના શ્રી સહજાનંદ સ્વામીની આરતી ઉતારી ભગવાનપણાની નિષ્ઠાની દઢતા કરી હતી. યુવાનો તથા વડિલોની સત્સંગસભા સાથે બાળકો તેમજ બાલિકાઓના બાલ સંસ્કાર ક્લાસ રાખવામાં આવેલ.અંતમાં ભજન પ્રકાશદાસજી સ્વામીએ ભગવાનને થાળ જમાડયા બાદ ઉપસ્થિત ભકતજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.