રૂ.14 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમા જીએસટી વિભાગે આરોપી સાહિલ કમલ અગ્રવાલની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા ચીફ કોર્ટે 14 દિવસની જયુડિશિયલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. સરક્યુલર ટ્રાન્ઝેકશન પર નજર રાખતા અધિકારીઓએ સમગ્ર કેસનો ઉઘાડો પાડયો હતો. બોગસ બિલિંગના પુરતા પુરાવા હાથ લાગતા જીએસટી વિભાગે સાહિલ અગ્રવાલની પેઢી અને તેને માત્ર બિલ આપતી પેઢીઓ પર દરોડા પાડયા હતા. બાદમાં મુખ્ય આરોપી સાહિલ અગ્રવાલના સ્ટેટમેન્ટમાં પણ આ વાતનો ખુલાસો થયો હતો કે, માત્ર બોગસ બિલ જ લેવાતા હતા માલની કોઇ સપ્લાય થતી નહતી. સાહિલનું 2 વાર અધિકારીઓએ સ્ટેટમેન્ટ લીધુ હતુ.
ટીમ તપાસ માટે વિવિધ સ્થાનોએ પહોંચી તેના એડ્રેસ ખોટા હતા
સાહિલને માલની જગ્યાએ માત્ર બિલ જ સપ્લાય કરતી પેઢીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ ટીમ જેવી વિવિધ સ્થાનો પર પહોંચી તો ત્યાં આવી કોઇ જ પેઢી ન હતી. તમામના સરનામા બોગસ હતા.
કંઇ-કંઇ પેઢીઓ નિશાના ઉપર
હીરા કૌભાંડમાં આરોપી મીત કાછડિયાએ જામીન માગ્યા, આજે વધુ સુનાવણી થશે
રૂપિયા 204 કરોડના ડાયમંડ એક્સપોર્ટ કાંડમાં સંડોવાયેલાં આરોપી મીત કાછડિયાએ ચીફ કોર્ટ પાસે જામીન અરજી કરી છે. આ અરજી પર આજે મંગળવારના રોજ સુનાવણી થનાર છે. આજે સરકાર પક્ષે એપીપી ધર્મેન્દ્ર પ્રજાપતિ હાજર રહ્યા હતા. જામીનનો વિરોધ કરવા માટે કસ્ટમ વિભાગ કડક એફિડેવિટ કરે એવી શક્યતા છે.
તેને કુલ રૂ.204 કરોડનું કૌભાંડ આર્ચયું હતું
નોંધનીય છે કે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં યુનિટ શરૂ કરીને મીત કાછડિયાએ લેબના ડાયમંડ ઇમ્પોર્ટ કરી તેને પ્રોસસ બાદ એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું હતુ. જો કે, લેબની જગ્યાએ મીત કાછડિયા દ્વારા ઓરિજિનલ ડાયમંડ વિદેશ મોકલી આપવામાં આવતા હતા. અને તેને કુલ રૂ.204 કરોડનું કૌભાંડ આર્ચયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.