સુરતના પુણામાં લવ-જેહાદ:મોહંમદ મલિકે ‘રાહુલ’ નામ રાખી સગીરાને ફસાવી અપહરણ કર્યું, પ્રેમિકાને વિશ્વાસ અપાવવા હાથ પર નામનું છૂંદણું પણ પડાવ્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી

પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવકે હિન્દુ નામ રાખીને હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરી લઈ ગયો હતો. આ ગંભીર મામલે પોલીસે અપહરણની સાથે લવ-જેહાદની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ આરોપીને પકડી કિશોરીને છોડાવી હોવાની માહિતી મળી છે. આરોપી મલિક મોહમદ(ઉં.વ.21) ભૈયાનગરના નારાયણ નગરમાં રહે છે અને આ જ વિસ્તારમાં કાપડના ખાતામાં નોકરી કરે છે. મલિક મોહંમદે પોતાનું નામ રાહુલ રાખ્યું હતું. તેના હાથ પર પણ રાહુલ નામનું છૂંદણું છે.

તેણે એ જ વિસ્તારમાં રહેતી મૂળ ઉત્તરપ્રદેશની 17 વર્ષીય નંદિતા( નામ બદલ્યું છે)ને થોડા દિવસો પહેલાં પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારે તેને પોતાનું નામ રાહુલ જણાવ્યું હતું. નંદિતા તેની વાતોમાં આવી ગઈ હતી. નંદિતા મોટા મોભાદાર પરિવારની છોકરી છે. મલિક મોહંમદ વિશ્વાસઘાત કરી નંદિતાનું અપહરણ કરી ગયો હતો, જેથી આ અંગે નંદિતાના પરિવારે પુણા પોલીસને જાણ કરી હતી. વિધર્મી યુવક હોવાથી ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરિયાએ તાત્કાલિક ટીમોને દોડાવી તપાસ કરાવી હતી. પુણા પોલીસે અપહરણ અને લવ-જેહાદની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી આરોપીને પકડી લીધો છે.

આરોપીના પિતા મુસ્લિમ અને માતા હિન્દુ
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી મોહંમદ મલિકની માતા હિન્દુ છે અને પિતા મુસ્લિમ છે. તેણે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેના સરકારી રેકોર્ડ પર તેનું નામ મોહંમદ મલિક છે. લવ-જેહાદની આ ઘટનાને પગલે પુણા વિસ્તારમાં લોકોમાં આક્રોશ ફેલાયો છે. કોઈ અઘટિત ઘટના ન બને એ માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...