હુમલો:પ્રેમસંબંધનો વિરોધ કરતાં સગીરાએ કાકાને ચપ્પુ માર્યુ, ભત્રીજી અને પ્રેમી સામે ગુનો દાખલ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિધરપુરામાં પ્રેમસંબંધનો વિરોધ કરનારા કાકાનો સગીર ભત્રીજી અને તેના પ્રેમીએ ચપ્પુ મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.

સહારા દરવાજાના 30 વર્ષીય માનસિંગ ગુપ્તા(નામ બદલ્યું છે)ના મોટા ભાઈનું બે વર્ષ પહેલા મોત થયું હતું. પરિવારમાં માતા-ભાઈ ભત્રીજા અને 17 વર્ષિય ભત્રીજી રૂચિતા( નામ બદલ્યું છે) છે. રૂચિતાના મિથુન નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. માનસિંગે રૂચિતાને વારંવાર સમજાવ્યું હતું કે તે મિથુન સાથે સંબંધ નહીં રાખે. રવિવારે બપોરે પણ માનસિંગે રૂચિતાને ફોન કરી સમજાવતા તેણી કાકાને , ‘તમારાથી થાય તે કરી લો હું તો મિથુન સાથે જ ફરીશ’ એવું કહ્યું હતું. માનસિંગ રાત્રે સહારા દરવાજા પાસે ઉભો હતો. તે સમયે મોપેડ પર રૂચિતા અને મિથુન સાથે જતા બંનેને રોકયા હતા ત્યારે રૂચિતાએ માનસિંગને પેટમાં અને મિથુને સાથળના ભાગે ચપ્પુ માર્યુ હતું. માનસિંગને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો છે. માનસિંગે આરોપી મિથુન અને રૂચિતા વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...