• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Girl From Surat Was Taken To Deesa Under Catering And Sold For Rs 4 Lakh, Forcibly Married And Taken To Andhra Pradesh And Sexually Exploited.

માનવ તસ્કરી:સુરતથી સગીરાને કેટરિંગની આડમાં ડીસા લઈ જઈ 4 લાખમાં વેચી દેવાઈ, બળજબરીથી લગ્ન કરી આંધ્રપ્રદેશ લઈ જઈ યૌન શોષણ કરાયું

સુરત5 મહિનો પહેલા
પોલીસની મદદથી આંધ્રપ્રદેશથી સગીરાને શોધી કાઢવામાં આવી હતી( પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • દોઢ માસથી લાપતા લિંબાયતની 15 વર્ષીય સગીરાને આંધ્રપ્રદેશથી શોધી કાઢવામાં આવી
  • રાજસ્થાની ઉત્તમસિંગે બળજબરીથી લગ્ન કરી આંધ્રપ્રદેશ લઇ જઇ સગીરાનું કર્યું યૌન શોષણ

સુરતમાં બાળકીઓ પર દુષ્કર્મ આચરનારા આરોપીઓને કોર્ટ આકરી સજા ફટકારી રહી છે. બાળકીઓ અને સગીરાઓ સલામત ન હોય તેવા બનાવોમાં વધારો થઈ રહ્યો છે. માનવ તસ્કરીના બનાવોએ પણ માથુ ઊંચક્યું છે. સુરતના લિંબાયત વિસ્તારની 15 વર્ષીય સગીરા છેલ્લા દોઢ માસથી ગૂમ હતી. જેને શોધવા માટે પરિવારજનોએ ભારે રઝળપાટ કરી હતી. અંતે પોલીસની મદદથી આંધ્રપ્રદેશથી સગીરાને શોધી કાઢવામાં આવી હતી. સગીરાની પૂછપરછમાં કેટરિંગના ધંધાની આડમાં સગીરાઓની સોદાબાજી થતી હોવાના ચોંકાવનારા નેટવર્કનો પર્દાફાશ થયો છે. સગીરાને કેટરિંગમાં નોકરીના બહાને ડીસા લઇ જઇ દલાલ મારફતે રાજસ્થાની યુવકને 4 લાખમાં વેચી દેવાઇ અને આ યુવક બળજબરીથી લગ્ન કરી આંધ્રપ્રદેશ લઈ જઈ સગીરાનું યૌનશોષણ કરતો હોવાનો ખુલાસો થયો હતો.

ફાઈલ તસવીર ચંદ્રીકા ડીસા
ફાઈલ તસવીર ચંદ્રીકા ડીસા

4 લાખમાં સોદો કર્યો
લિંબાયતના ખાનપુરા ખાતે રહેતી 15 વર્ષીય માહરૂહ (નામ બદલ્યું છે) ને શબનમ નામની પરિચિત મહિલા ગત તા. 19મી ઓક્ટોબરના રોજ અમદાવાદ કેટટિરંગના કામાર્થે લઇ ગઇ હતી. અમદાવાદથી રેહાના માસી સાથે તેઓ કેટરિંગના કામ માટે બનાસકાંઠાના ડીસા ખાતે કાલુસિંહ ઠાકોરના ઘરે ગયા હતા. કાળુસિંહે કેટરિંગના કામ માટે એક જ છોકરીની જરૂર છે-એમ કહી માહરૂહને સાથે રાખી 3-4 દિવસ પછી બોલાવવાનું કહી રેહાના અને શબાનાને પરત મોકલી આપી હતી. આ બંનેના ગયા બાદ કાળુસિંહે રાજસ્થાનના વતની એવા ઉત્તમસિંહ સાથે માહરૂહનો સોદો કરી નાંખ્યો હતો. 4 લાખમાં માહરૂહને વેચી દીધી હતી.

કાળુસિંગ ફાઈલ તસવીર
કાળુસિંગ ફાઈલ તસવીર

વારંવાર યૌન શોષણ કરાયું
વેચાણ થયા બાદ બળજબરીથી ફૂલહાર કરી ઉત્તમસિંહ અને માહરૂહનાં લગ્ન પણ કરાવી દેવાયા હતા. માહરૂહએ વિરોધ કર્યો તો તેણીને ધાકધમકી અપાઇ હતી. અહીં કાળુસિંહની પત્ની પાયલ અને ચંદ્રિકા નામની મહિલાએ સગીરા સાથે મારઝૂડ પણ કરી હતી. ત્યારબાદ ઉત્તમસિંહ સાગરીતો સાથે મળી પીડિતા માહરૂહને કારમાં વતન રાજસ્થાનના ભીમાર લઇ ગયો હતો. અહીં પોતાના ઘરે પાંચેક દિવસ માહરૂહને રાખી ધાકધમકી આપી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ઉત્તમસિંહ સગીરાને ફલાઇટમાં બેસાડી આંધ્રપ્રદેશ લઇ ગયો હતો. જ્યાં તેને આંધ્રપ્રદેશના ગૌદાવરી જિલ્લામાં અન્નાવરમ ખાતે એક ભાડાના મકાનમાં એકાદ મહિનો રાખી વારંવાર યૌનશોષણ કર્યું હતું.

ભુરસિંગ ફાઈલ તસવીર
ભુરસિંગ ફાઈલ તસવીર

સગીરાના બદલામાં રૂપિયા મગાયા
માહરૂહને લેવા આંધ્રપ્રદેશ પહોંચેલી શબાનાને ઉત્તમસિંહે જણાવ્યું કે, " યે લડકી કો ચાર લાખ મેં મૈંને કાળુસિંહ કે પાસ ખરીદ લીયા હૈ, લડકી કી મા કો બોલો કે, મેરે ચાર લાખ રૂપિયા દે. ઔર તુમ દોનો કો યહાં સે લે કે જાયે". આ વાત સાંભળી શબાના ચોંકી ગઇ હતી. શબાનાએ આંધ્રપ્રદેશથી માહરૂહના પરિવારજનોને કોલ કરી સમગ્ર હકીક્ત જણાવી હતી. ત્યારબાદ માહરૂહના પરિવારજનો સ્થાનિક સામાજિક આગેવાન અને AIMIM સુરત શહેર અધ્યક્ષ વસીમ કુરેશી અને લિંબાયત પોલીસની મદદ લઇ આંધ્રપ્રદેશ ગયા હતા, જ્યાં અન્નાવરમ પોલીસને સાથે રાખી ઉત્તમસિંહના ઘરે દરોડા પડાયા હતા. આ રીતે સગીરા માહરૂહ અને શબાનાને મુક્ત કરાવાઇ હતી. આંધ્ર પોલીસે ઉત્તમસિંગને અટકાયતમાં લીધો હતો.

પીડિતાની માતાએ પીડિતા સાથે થયેલા અત્યાચારની વાત કરી હતી.
પીડિતાની માતાએ પીડિતા સાથે થયેલા અત્યાચારની વાત કરી હતી.

રૂમમાં ગોંધી રખાતી હતી
માનવ તસ્કરીનો ભોગ બનનારી પીડિતા માહરૂહને ઉત્તમસિંગે આધ્રપ્રદેશ ખાતે એક રૂમમાં ગોંધી રાખી હતી. જ્યા ઉત્તમસિંગે 4 લાખમાં કાળુસિંગ પાસે ખરીદી હોવાની પણ પીડિતાને હકીકત જણાવી હતી. થોડા દિવસો પછી ઉત્તમસિંહે શબાનાને કોલ કરી માહરૂહના આઇડી પ્રફ લઇને આંધ્રપ્રદેશના એડ્રેસ પર બોલાવી હતી. શબાના પીડિતા માહરૂહના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ લઇ આંધ્રપ્રદેશના અન્નાવરમ ગઇ તો ત્યાં ઉત્તમસિંહે માહરૂહ સાથે શબાનાને પણ એક રૂમમાં ગોંધી દીધી હતી.

સામાજિક કાર્યકર વસીમ કુરેશી પોલીસ સાથે આંધ્રપ્રદેશ ગયા હતાં.
સામાજિક કાર્યકર વસીમ કુરેશી પોલીસ સાથે આંધ્રપ્રદેશ ગયા હતાં.

પોક્સો સહિતના ગુના દાખલ કરાયા
આધ્રપ્રદેશથી પરત સુરત ફરેલી સગીરા માહરૂહએ લિંબાયત પોલીસ સમક્ષ સમગ્ર હકીકત બયાન કરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. લિંબાયત પોલીસે આ મામલે ઝીરો નંબરથી અપહરણ, બળાત્કાર, મારપીટ, ધાકધમકી, માનવ તસ્કરી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો અને બાદમાં આ ફરિયાદ ડીસા રૂરલ પોલીસને ટ્રાન્સફર કરી દીધી હતી. છોકરીઓની - સોદાબાજીના મુખ્ય સૂત્રધાર કાળુસિંહ ઠાકોર સહિત 8 જણા સામે ગુનો નોંધાયો હતો.

સામાજિક કાર્યકરોની મદદથી હાલ સગીરાને ન્યાય અપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સામાજિક કાર્યકરોની મદદથી હાલ સગીરાને ન્યાય અપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

દુષ્કર્મનો પ્રારંભ અમદાવાદથી થયો
સામાજિક કાર્યકરની મદદથી સુરત આવી પહોંચેલી એ માસમ તરુણી સાથે થયેલા દુષ્કર્મના ગુનાનો પ્રારંભ આમ તો અમદાવાદથી થયો છે. રેહાનાએ પોતાના પરીચિતોની મદદથી કેટરિંગના કામ માટે તરુણીને અમદાવાદ બોલાવી તરુણીની અનિચ્છાએ કાળુસિંહના હવાલે કરી. કાળુસિંહે તરુણીનો સોદો કર્યો. ચંદ્રિકા અને ભુરસિંહે તરુણી શરણે ન થઈ ત્યાં સુધી તેની પર અત્યાચાર ગુજાર્યો, તરુણીને ખરીદનાર ઉત્તમસિંહે આંધ્રપ્રદેશ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યો ગુનાની આ હકીકતમાં રેહાના પ્રથમ ક્રમે આવતી હોય ત્યારે તેની ભૂમિકા ચોક્કસ જ તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...