આત્મહત્યા:ફોન પર વાત કરતા માતાએ ઠપકો આપતા સગીરાએ ફાંસો ખાધો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં અલગ-અલગ બનાવમાં 3 લોકોની આત્મહત્યા

રૂદરપુરાની 17 વર્ષીય કિશોરીને મોબાઇલ ફોન પર વાત કરવા બાબતે માતા-પિતાએ ઠપકો આપતા તેણીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાનો બનાવ બન્યો છે. રૂદરપુરાની સગીર દીકરી મોબાઇલ પર વાત કરતી હતી જેથી માતા-પિતાએ તેને ઠપકો આપ્યો હતો. જેથી સગીરાને માઠું લાગી આવતા તેણીએ આ પગલું ભર્યાની વાત પોલીસ તપાસમાં બહાર આવી છે.

સગીરા સગીરા ધોરણ 11માં અભ્યાસ કરતી હતી.તેના પિતા ખાનગી ફાયનાન્સ કંપનીમાં ડ્રાઇવર છે. માતા પણ મજૂરી કરે છે. સગીરાને એક નાનો ભાઈ અને નાની બહેન છે. સગીરાએ 11મીએ બપોરે ઘરમાં કોઈ ન હતું તે સમયે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. અઠવાલાઇન્સ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

કાપોદ્રાની પરિણીતા અને પુણાગામના રત્નકલાકારે પણ આપઘાત કરી લીધો
આપઘાતના અન્ય બનાવમાં કાપોદ્રાની પરણિતા અને પુણાગામના રત્નકલાકારે આપઘાત કરી લીધો હતો.ભાવનગર જિલ્લાના મહુવાના વતની અને હાલ મધુવન સોસાયટીમાં રહેતી 31 વર્ષીય સેજલબેન બીપીનભાઈ મકવાણાએ શુક્રવારે બપોરે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધીને ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તેણીનો પતિ બીપીનભાઈ એમ.આરની નોકરી કરે છે.

​​​​​​​પત્નીએ રહસ્યમય સંજોગોમાં પગલું ભરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આવા જ અન્ય એક બનાવમાં પુણાગામમાં આવેલ મુક્તિધામ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય ભવાનભાઈ ગલાભાઈ કાકડીયા હીરા મજૂરીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 9 જૂનના રોજ રેશમા ચોકડી નજીક રીક્ષા સ્ટેન્ડ પાસે રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ દિવસની લાંબી સારવાર દરમિયાન શુક્રવારે રાત્રિ દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ભવાનભાઈએ કયા કારણોસર પગલું ભર્યું હોય તેની તપાસ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...