છેડતી:ઈચ્છાપોરમાં સગામાસાએ સગીરા સાથે અડપલા કર્યા

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈચ્છાપોરના શ્રમ વિસ્તારમાં માસીને ત્યાં રહી ઘો-8માં અભ્યાસ કરતી 15 વર્ષની કિશોરીની સગા માસાએ જ છેડતી કરી હતી. માસીએ આ વાત કરતા માસાએ ગાળાગાળી કરી તેને પણ માર માર્યો હતો. આ બનાવ અંગે ઈચ્છાપોર પોલીસે હવસના ભૂખ્યા માસાની સામે છેડતી અને પોક્સો એકટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. 15 વર્ષની સગીરા માસીને ત્યાં રહેતી હતી. 5 તારીખે મોડીરાતે સગીરા માસી સાથે સૂતી હતી તે વખતે માસાએ તેની બાજુમાં આવી સગીરાને શારીરિક અપડલા કરવા લાગ્યો હતો.

માસાની ગંદી હરકતોથી સગીરા ગભરાય ગઈ હતી. સવારે સગીરાએ માસીને વાત કરી હતી. આથી માસીએ માસાને વાત કરી હતી. જેથી માસાએ ગુસ્સામાં માસીને માર મારી ગાળાગાળી કરવા લાગ્યો હતો. આરોપી માસાની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આરોપી મજૂરીકામ કરે છે અને ભોગ બનનાર દીકરી અભ્યાસ કરે છે. અગાઉ દશામાના વ્રત વખતે પણ માસાએ સગીરાની સાથે છેડતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...