ક્રાઇમ:બીભત્સ વીડિયોથી બ્લેકમેઈલિંગમાં સાદાબનો ભાઇ પણ સામેલ,બંનેના ખાતામાં 44 લાખના વ્યવહાર

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાંદેરના કોમ્પ્યુટર ઓપરેટરના આપઘાત કેસમાં આરોપી 10 દિવસના રિમાન્ડ પર
  • આરોપી સોશિયલ મીડિયા પર મહિલાના નામે ફેક એકાઉન્ટથી રૂપિયા પડાવ્યા બાદ ડિલીટ કરી દેતા

સોશિયલ મીડિયા પર યુવતી તરીકે ઓળખ આપી બીભત્સ વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ કરતાં રાંદેરના યુવકે આત્મહત્યા કરવાના કેસમાં પોલીસે હરિયાણાના સાદાબખાનને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં સાદાબના ભાઇ શાકીબની પણ સંડોવણી બહાર આવી છે. જેમાં આ બંને સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટથી લોકોને ફસાવીને બ્લેકમેઇલ કરીને રૂપિયા બનાવતા હતા. સાદાબના ખાતામાં 2 વર્ષમાં 34 લાખ અને શાકીબના ખાતામાં 10 લાખ સહિત કુલ 44 લાખના વ્યવહાર થયાનું ખુલ્યું છે.

સોશિયલ મીડિયા પર યુવકોને સુંદર દેખાતી યુવતીના નામે કેવી બ્લેકમેઇલ કરવાનું બન્ને ભાઈઓ ઓનલાઇન વિડીયો જોઈ શીખ્યા હતા. સાયબર ક્રાઇમની ટીમે આ ગુનામાં વધુ એકની પૂછપરછ કર્યાની પણ વાત સામે આવી રહી છે. આ બાબતે સત્તાવાર સમર્થન મળ્યું ન હતું. હરિયાણાના ફરીદાબાદ ખાતે સિરોહી ગામે રહેતા અને બી.ટેકમાં છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 21 વર્ષીય વિદ્યાર્થી સાદાબ ખાન સાહબ જાનની સાયબર ક્રાઇમે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા છે.

રિમાન્ડમાં ખાસ કરીને પોલીસ તેના વોલેટ ઉપરાંત કેટલાક બેંક એકાઉન્ટ તેમજ કોલ ડિટેઇલ્સની સાથે મોબાઇલની તપાસ કરશે. જેના થકી આ ટોળકીએ દેશભરમાં કયા કયા રાજ્યોમાં લોકોને શિકાર બનાવ્યા તે અંગેની હકીકતો મળી શકશે. આ ટોળકીએ જ રાંદેરના કોમ્પ્યુટર ઓપરેટરને સુંદર મહિલાના નામે ચેટીંગ કરીને તેના બીભત્સ વીડિયો બનાવી બ્લેકમેલ કરતાં તેણે આપઘાત કર્યો હતો. મહિલાના નામે ફેક એકાઉન્ટ બનાવી જો કોઈ યુવક તેની જાળમાં ફસાય તો તેની પાસેથી રૂપિયા પડાવી ટોળકી એકાઉન્ટ ડિલીટ કરી નાખતી કે પછી તેને ડિસેબલ કરી દેતા હતા. આરોપીનો ભાઈ શાકીબ 19 વર્ષનો છે અને ધોરણ-12 સાયન્સમાં ભણે છે.

આરોપી વાઈફાઈથી વીડિયો કોલ કરતા
બંનેે ભાઈ મોબાઇલ અને વેબકેમ તેમજ સોફટવેર ડાઉનલોડ કરી મહિલાના નામે સારા ઘરના યુવકોને બ્લેકમેલિંગ કરી તે રૂપિયા મોજશોખમાં ઉડાવી દેતા હતા. જયારે કોઈ યુવક તેની રિકવેસ્ટ સ્વીકાર લે છે પછી યુવકની પ્રોફાઇલના આધારે માહિતી મેળવી લેતા છે. પોલીસથી બચવા માટે આ ટોળકી વાઈફાઈથી સોશિયલ મીડિયા પર વીડિયો કોલ કરતા હોવાના કારણે તે નંબર દેખાતો નથી.

શું તકેદારી રાખવી જોઈએ
1
ઓળખતા ન હોય તેવા લોકોની ફ્રેન્ડસ રિકવેસ્ટ સ્વીકારવી ન જોઈએ
2 આવી ફ્રેન્ડસ રિકવેસ્ટ આવે અને સ્વીકારી હોય ચેટિંગ ન કરો, તમારી પર્સનલ માહિતી ન શેર કરો
3 તમારો નગ્ન વિડીયો ઉતારી જો કોઈ તમને બ્લેકમેલીંગ કરતું હોય તો તેનાથી ડરશો નહિ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો.
4 કદાચ કોઈથી આવી ભૂલ થાય તો આવા તત્વોથી ડરીને આપઘાત ન કરો, પોલીસને જાણ કરો, પોલીસ તમારૂ નામ ગુપ્ત રાખી આવા લોકો સામે પોલીસ તમારી મદદ કરશે.

અન્ય સમાચારો પણ છે...