તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓ માટે સિવિલમાં આજે યજ્ઞ કરાશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા 31મી ડિસેમ્બરના રોજ નવા વર્ષને આવકારવા અને 2020ની બિહામણી યાદોને ભુલાવવા, કોરોનાથી મૃત્યુ પામેલાઓની આત્માની શાંતી માટે તેમજ કોવિડ મહામારી દૂર થાય અને દર્દીઓ સ્વસ્થ થાય તે માટે શાંતી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે થનારા આ યજ્ઞમાં માત્ર પાંચ વ્યક્તિઓ પુજામાં બેસશે. કોવિડ બિલ્ડીંગ નજીક ડોમ ખાતે સવારે 11:00 થી 1:00 વાગ્યા દરમિયાન આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 1:00 કલાકે શ્રીફળ હોમવામાં આ‌વશે અને આરતી કરવામાં આવશે. આ યજ્ઞમાં અલગ અલગ ધર્મના પ્રતિનિધિ પણ હાજર રહી સર્વ ધર્મ સમભાવના સુત્રને સાર્થક કરશે. આ યજ્ઞમાં ધારાસભ્ય હર્ષ સંઘવી પણ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો