ભાસ્કર બ્રેકિંગ:સચિન SEZમાં બને છે ફોર્મ્યુલા-1 રેસિંગ કારના પાર્ટ્સ અને વિમાનની પાંખો, યુરોપની ખ્યાતનામ કંપનીઓને એક્સપોર્ટ

સુરતએક મહિનો પહેલાલેખક: જલ્પેશ કાળેણા
  • કૉપી લિંક
કંપનીમાં આ પાર્ટ્સ બની રહ્યા છે - Divya Bhaskar
કંપનીમાં આ પાર્ટ્સ બની રહ્યા છે
  • વિદેશી કંપનીઓ ભારત-ચીનમાંથી કોઈ આઉટસોર્સ કરી આપે તેવા યુનિટની શોધમાં હતી, જેમાં સુરતો નંબર લાગ્યો
  • પાર્ટ્સની મજબૂતાઈ વધારવા મેન્યુઅલ મેન્યુફેક્ચરિંગ
  • ​​​​​​​ડોર​​​​​​​, ​​​​​​​બંમ્પર, ડેશ બોર્ડ, એન્જિન કવર, પ્લેન ચેમ્બર, સ્ટિયરિંગ, બેટરી કેસિંગ સહિતના પાર્ટ્સનું મેન્યુફેક્ચરિંગ

આજ સુધી માત્ર હીરા, ટેક્સટાઇલ, બ્રિજ કે ક્લીન સિટી તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયેલા સુરતને એક નવું જ બિરુદ મળી રહ્યું છે. સુરતના સચિન ખાતે આવેલા એસઈઝેડ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન) ખાતે બની રહ્યા છે ફોર્મ્યુલા વન રેસિંગ કારના કાર્બન કંપોઝિટ (કારની બોડી સહિતના વિવિધ પાર્ટ્સ) અને એરક્રાફ્ટની પાંખો બની રહ્યા છે.

આ સ્પેરપાર્ટ્સ બનાવીને યુરોપની ખ્યાતનામ કંપનીઓને એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આ પાર્ટ્સનું ફિનિશિંગ લાવવા હેન્ડમેડ મોલ્ડિંગ કરાય છેે. પાર્ટ્સની મજબૂતાઈ વધારવા માટે મેન્યુફેક્ચરિંગ મસમોટા પ્લાન્ટમાં નહીં પરંતુ મેન્યુઅલ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે.

ફોર્મ્યુલા વન રેસિંગ કાર અને લક્ઝુરિયસ કારમાં ઉપયોગમાં લેવાતા દરવાજા, ફ્રન્ટ બંમ્પર, ડેશ બોર્ડ, એન્જિન કવર, પ્લેન ચેમ્બર, સ્ટિયરિંગ વ્હીલ, બેટરી કેસિંગ સહિતના કંમ્પોનન્ટ્સ બનાવાવમાં આવે છે.

‘પ્રોડક્ટમાં ખામી ન રહે તેનું વિશેષ ધ્યાન રખાય છે’
ફોર્મ્યુલ વન રેસ માટેની હાઈ સ્પીડ કાર બનાવતી કંપનીઓ ભારત અને ચાઈનામાંથી તેમને કોઈ આઉટ સોર્સિંગ કામ કરી આપે તેવા યુનિટની શોધમાં હતી. આ કામ કરવાનું બીડું હીરો ગ્રુપની કંપનીએ ઝપડી લીધું. આ કંપોનન્ટ્સ બનાવવા હીરો ગ્રુપની રોકમેન કંપનીએ સુરત એસઈઝેડમાં પ્લાન્ટ સ્થાપ્યો. કંપનીના અધિકારીએ કહ્યું કે, ‘સમગ્ર દેશ માટે આ ગર્વની વાત છે. પ્રોડક્ટમાં ખામી ન આવે તેનું સતત ધ્યાન રાખીએ છીએ.’

95 ટકા સ્પાર્ટ્સ એક્સપોર્ટ, 5 ટકા દેશમાં વેચાણ
ફોર્મ્યુલા વન માટે સુરતમાં બનતા કાર્બન કંમ્પનન્ટ્સ ખાસ કરીને યુરોપના ઈટલી, જર્મની, બ્રિટન સહિતના દેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. આ કંપની 95 ટકા સ્પાર્ટ્સ એક્સપોર્ટ કરે છે. 5 ટકા સ્પેરપાર્ટ્સ ડ્યુટી ભરીને ભારતમાં જ વેચવામાં આવી રહ્યા છે.

હિટલર સમયનાં વિમાનો હજુ પણ ડિમાન્ડમાં
1945ના અરસામાં હિટલર અને તેના હરીફ દેશોએ યુદ્ધમાં ઉપયોગમાં લીધેલા એરક્રાફ્ટ બનાવવાનું બીડું યુરોપની એક કંપનીએ ઝડપ્યું છે. ઘણા શોખિનો માત્ર યાદગીરી માટે આ એરક્રાફ્ટ ખરીદે છે, જેની પાંખો પણ આ કંપની જ બનાવી રહી છે.

મોંઘી સાઈકલ-હાઈસ્પીડ બાઈકના સ્પેર્સ પણ બને છે
​​​​​​​આ કંપની મોંઘી સાઈકલ-હાઈસ્પીડ બાઈકના પણ કંપોનન્ટ્સ બનાવે છે. જે ખુબ જ કોસ્ટલી હોય છે. લોકલ માર્કેટમાં તેમનો ઉપયોગ કરાય તો બાઈકનો ભાવ વધે છે. સાથે મજબૂતાઈ પણ વધી જાય છે.

અન્ય સમાચારો પણ છે...