તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ એક વિવાદ:સુરતમાં 'દેખ દેખ તેરા બાપ આયા' સોંગ પર બનેલો સચિન પોલીસની PCR વાનનો વીડિયો વાઇરલ

સુરત3 મહિનો પહેલા
હેમગાર્ડ બાદ પોલીસની વાનનો વીડિયો વાઇરલ થતા હંગામો મચી ગયો હતો.
  • ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા
  • ગેરેજમાં કામ કરતા યુવકે વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું

વિવાદોમાં ઘેરાયેલી સુરત પોલીસ વચ્ચે સચિન પોલીસની PCR વાનનો વીડિયો વાઇરલ થયો છે. હંગામો તો ત્યારે શરૂ થયો હતો, જ્યારે દેખ દેખ તેરા બાપ આયા સોંગ પર બનેલો આ વીડિયોમાં દેખાતી વ્યક્તિ પોલીસ નહીં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની વાનમાં ખાનગી વ્યક્તિએ બનાવેલા આ વીડિયોને લઇને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

વાઈરલ વીડિયોમાં પોલીસ વાન હોવાથી મામલો ગંભીર બન્યો
શહેરના યુવાનોને સોશિયલ મીડિયાનું ઘેલુંx લાગ્યું છે. પ્રજા તો ઠીક, પરંતુ પોલીસ પણ સોશિયલ મીડિયાને રવાડે ચઢી ગઇ હોય એમ પોલીસની PCR વાનનો વીડિયો વાઇરલ થયો હતો. ફિલ્મી સોંગ પર PCR વાન ચલાવીને આવતો એક યુવાન ખાનગી કપડામાં દેખાઇ આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાઇરલ બનેલા આ વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી. આ વાન સુરત પોલીસના સચિન પોલીસ મથકની હોવાની વાત બહાર આવતાં મામલો ગંભીર બન્યો હતો.

પોલીસ વાનનો વીડિયો વાઇરલ થતાં તપાસના આદેશ અપાયા હતા.
પોલીસ વાનનો વીડિયો વાઇરલ થતાં તપાસના આદેશ અપાયા હતા.

પોલીસ વાન ખાનગી વ્યક્તિ પાસે કેવી રીતે ગઈ?
પોલીસે PCR વાનમાં વીડિયો બનાવ્યો એની તપાસ વચ્ચે પોલીસની વાન ચલાવનારી વ્યક્તિ પોલીસ નહીં, પરંતુ ખાનગી વ્યક્તિ હોવાનું બહાર આવતાં ભારે હંગામો મચ્યો હતો. અધિકારીઓ દ્વારા ઉતાવળે તપાસના આદેશ છૂટ્યા હતા. આ વાન પોલીસને બદલે ખાનગી વ્યક્તિ પાસે કેવી રીતે ગઇ એને લઇને પણ તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો.

ગેરેજમાં કામ કરતા યુવકે પોલીસ વાન સાથે વીડિયો બનાવ્યો હતો.
ગેરેજમાં કામ કરતા યુવકે પોલીસ વાન સાથે વીડિયો બનાવ્યો હતો.

ગેરેજમાંથી ટેસ્ટના બહાને કારીગર પોલીસ વાન લઈ ગયો હતો
એ.સી.પી. જય પંડ્યાએ આ પ્રકરણની તપાસ હાથ ધરી હતી, જેમાં આ વીડિયો ગત બુધવારે બન્યો હોવાનું બહાર આવ્યું હતું. પલસાણા ટી-પોઇન્ટ પર આવેલી હોટલમાં PCR વાનના કર્મચારીઓ નાસ્તા માટે રોકાયા હતા. વાનમાં અવાજ આવતો હોય એ બતાવવા માટે વાનનો આઉટસોર્સનો ડ્રાઇવર બતાવવા માટે ગેરેજમાં લઇ ગયો હતો. એનો લાભ લઇને અહીં કામ કરતા આકાશ શર્મા (રહે. સચિન સ્લમબોર્ડ)ને બતાવવા આપી હતી. ચેક કરવાના બહાને ટેસ્ટ માટે લઇ ગયો એ દરમિયાન આકાશે વીડિયો બનાવી લીધો હતો. પોલીસે તેની વિરુદ્ધ માસ્ક અને સીટબેલ્ટ નહીં પહેરવા બદલ કાર્યવાહી કરી છે.

વીડિયો વાઇરલ થયા બાદ મહિલા હોમગાર્ડ સસ્પેન્ડ કરાઈ હતી.
વીડિયો વાઇરલ થયા બાદ મહિલા હોમગાર્ડ સસ્પેન્ડ કરાઈ હતી.

હોમગાર્ડનો શોર્ટ વીડિયો વાઇરલ થતાં સસ્પેન્ડ
એક અઠવાડિયા પહેલાં હોમગાર્ડ દીપમાલાએ વીડિયો વાઇરલ કરતા કમાન્ડિંગ ઓફિસરે તપાસના આદેશ આપ્યા હતા. એટલું નહિ, પણ હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનારી મહિલા હોમગાર્ડ સામે તાત્કાલિક પગલાં ભરવા માગ પણ ઊઠી હતી. અગાઉ આવા કેસોમાં બે જણા સામે શિક્ષાત્મક પગલાં ભરાયાં હતાં. હોમગાર્ડ કમાન્ડર ઓફિસરે જણાવ્યું હતું કે જ્યા સુધી બીજો ઓર્ડર નહિ થાય ત્યાં સુધી દીપમાલાને સસ્પેન્ડ કરવાનો આદેશ મળ્યો છે.