નિરાકરણ:સચિન GIDC યુનિટોના વીજ મીટરોનો પ્રશ્ન ઉકેલાતા રાહત, અટકેલા 1 હજાર વીજ મીટર નંખાશે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં થોડાં દિવસથી સચિન જીઆઈડીસીનો સબલેટિંગનો પ્રશ્ન અટવાયો હતો જેનું નિરાકરણ આવી જતાં જીઆઈડીસીના ઉદ્યોગકારોને હાશકારો અનુભવ્યો છે. સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારો દ્વારા સી.આર પાટીલને રજૂઆત કરવામાં આવતા પ્રશ્નનું સમાધાન થયું છે. આ પ્રશ્નનું હલ થતાં અટવાયેલા 1 હજાર મીટરો નખાશે. જીઆઈડીસીમાં 400 મીટરથી લઈને 20 હજાર મીટરની સાઈઝના 2250 એકમો છે. તમામને જીઆઈડીસીના ભાડા કરાર આધારે માત્ર એક જ વીજ મીટર અપાતું હતું. પંરતુ પ્લોટમાં એકથી વધારે એકમો ચાલી રહ્યા છે.

જેથી એકથી વધારે મીટરની જરૂર પડી રહી હતી. તે પ્લોટ પર એકમ ચલાવાતા અન્ય ઉદ્યૌગકારોને નવું વીજ મીટર આપવા માટે વીજ વિભાગ સબલેટિંગ(પેટા ભાડા કરાર)ની જીઆઈડીસીએ આપેલી મંજૂરીની માંગણી કરવામાં આવતી હતી. જ્યારે બીજી તરફ સબલેટિંગથી મંજૂરી મેળવવામાં વિલંબ થતો હતો. આ વિલંબના કારણે 1000થી વધુ એકમોના વીજ મીટરો અટવાઈ ગયા હતાં. એકમોને નવું વીજ મીટર નહીં મળતા પ્રોડક્શનને અસર થઈ રહી હતી. સમસ્યાને નાથવા માટે મુખ્ય પ્લોટધારકના ભાડા કરારના આધારે જ વીટ મીટર આપવા માટે માંગણી કરી છે.

જેના માટે સી.આર પાટીલને રજૂઆત કરી હતી. સચિન જીઆઈડીસીના નોટીફાઈડ ચેરમેન મહેન્દ્ર રામોલિયાએ કહ્યું હતું કે, ‘રજૂઆત બાદ આ પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું છે અને ઉદ્યોગકારોને રાહત મળી છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સબલેટિંગ પ્રશ્નને કારણે ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો હતો. વધુમાં 1 હજાર જેટલા મીટરોનું કામ અટકી પડ્યું હતું. આ બાબતે સી.આર પાટીલને રજૂઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...