તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:સચિન GIDCના 250 વીજ કનેક્શન રદ કરો, ગેરરીતિ આચર્યાની ઉર્જામંત્રીને ફરિયાદ કરાઈ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાડાકરાર પર અપાયેલા, NOC વગરના કનેક્શનોને ગેરકાયદેસર ગણવા માંગ

સચિન જીઆઇડીસીમાં આપવામાં આવેલા 250 કનેક્શન ગેરકાયદે હોવાથી રદ કરવા જોઈએ એવી માંગ ઉર્જા મંત્રી સમક્ષ ઉઠી છે. સચિન જીઆઇડીસીમાં આવેલા ઔદ્યોગિક એકમોનાં વેપારીઓએ એચ.ટી કનેક્શનનો ચાર્જ નહીંં ચુકવવો પડે તે માટે બે વર્ષના ભાડાકરાર ઉપર દ‌િક્ષણ ગુજરાત વીજ કંપનીએ 250 કરતા વધારે વીજ કનેક્શન ફાળવીને ગેરરીતિ આચર્યાની ફરિયાદ ઉર્જા મંત્રી સૌરભ પટેલ સુધી પહોંચી છે.

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ સુધી પહોંચેલી ફરિયાદની વિગતો જોવા જઇએ તો વર્ષ 2014માં તત્કાલીન ચીફ ઇજનેર દ્વારા સચિન જીઆઇડીસીમાં પોતાની જ મિલકતમાં જો અન્ય વીજ કનેક્શન મેળવવું હોય તો બે વર્ષનો ભાડા કરાર રજૂ કરી અને 6 મહિનાનાં સમયગાળામાં જીઆઇડીસીનું એન.ઓ.સી રજૂ કરવાની શરતે વીજ કનેક્શન આપવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં અત્યારસુધીમાં કુલ 250 કરતા વધારે વીજ કનેક્શન સચિન ઇન્ડસ્ટ્રીયલ ડિવીઝન દ્વારા ફાળવાયા છે. સામાન્ય સંજોગોમાં જીઆઇડસી દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટમાં એક માલિકને એક જ વીજ કનેક્શન ફાળવવામાં આવતું હોય છે, અને ત્યારબાદ જો લોડ વધારાની માંગણી કરવામાં આવે તો વપરાશકારે એચ.ટી લાઇન લેવી જરૂરી બનતી હોય છે.

પરંતુ મોટાભાગના વપરાશકારોએ એચ.ટી. કનેક્શન લેવું નહીં પડે તે માટે વચલો રસ્તો અપનાવીને ભાડા કરાર રજૂ કરી વધારાનું કનેક્શન મેળવીને ગેરરીતિ આચરી હોવાનાં આક્ષેપો ઉઠ્યા છે. એટલ‌ું જ નહીં, પણ વેપારીઓની આ ગેરરીતિને છાવરવામાં વીજ કંપનીના અધિકારીઓએ પણ આંખ બંધ કરીને માત્ર ભાડા કરાર ઉપર વીજ કનેક્શન આપ્યા હોય, અધિકારીઓ સામે પણ શિક્ષાત્મક પગલા ભરવાની માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...