તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે દરેક પક્ષ પોતાના ઉમેદવાર જાહેર કરી છે. જેમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસમાં પણ વિરોધ સામે આવ્યો છે. સુરતમાં મક્કાઈપુલ આખે આવેલી કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં ટિકિટની ફાળવણીને લઈને રોષમાં બે ઈસમો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.આ સાથે કાર્યાલયના બેનરો ફાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક જાગૃત નાગરીક દ્વારા વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના અગ્રણીઓ ટિકિટ ફાળવણીને લઈને વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં જ તોડફોડ થઈ હતી.પાંડેસરા વિસ્તારમાં પણ ભાજપના નેતાને ટિકિટ ન મળતાં ભડકો થયો છે.
કાર્યાલય પર લાગેલા બેનરોમાં કાણાં પાડી દીધા
મક્કાઈપુલ ખાતે આવેલા કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં સવારે 9 વાગ્યા આસપાસ બે ઈસમો ઘૂસી ગયા હતા. ત્યારબાદ ખુરશીઓને ફેંકી દેવામાં આવી હતી અને તોડફોડ શરૂ કરી હતી. ઉશ્કારાયેલા બંને ઈસમોએ કાર્યાલય પર લાગેલા બેનરોમાં કાણાં પાડી દીધા હતા. ત્યારબાદ બેનરો ફાડવાનો પ્રયાસ કર્યો હતો. ટિકિટ ફાળવણીને લઈને ભાજપમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. જેને લઈને ગત રોજ આખો દિવસ ભાજપના કાર્યાલયથી લઈને પ્રદેશ પ્રમુખ પાટીલની ઓફિસ સુધી વિરોધ ચાલુ રહ્યો હતો.
ધરણાં પહેલાં જ તોડફોડ
સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટ ફાળવણીમાં વર્ષોથી વફાદાર અને નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકર્તાઓને બાકાત રાખ્યા છે. રાતોરાત બીજા પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ ફાળવણી કરવાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર ધરણાંનું આયોજન કર્યું છે. જોકે, તે પહેલા જ કાર્યાલયમાં તોડફોડ કરતા આ ઘટનાને વખોડી હતી.
કોંગ્રેસના અગ્રણીએ ઘટનાને વખોડી
શંભુ પ્રજાપતિ (કોંગ્રેસ અગ્રણી)એ જણાવ્યું હતું કે, ધરણાં કરવા માટે કોંગ્રેસના કાર્યાલય ખાતે પહોંચ્યો હતો. ત્યારે જાણ થઈ હતી કે, કાર્યાલયમાં તોડફોડ અને ખુરશીઓ ફેંકવામાં આવી છે. જેનું મને દુખ છે. જોકે, વોર્ડ નંબર 18માં રાતોરાત બીજા પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ ફાળવણી કરી દેવામાં આવી છે. ઘણા બઘા વોર્ડમાં આવી પરિસ્થિતિ છે. કાર્યકરોમાં રોષ છે કે, હાલ કોંગ્રેસને બેઠી કરવાની સુવર્ણ તક હતી જેને ગુમાવી રહ્યા છીએ. જેને લઈને હું ધરણાં પર બેઠો છું.
ભાઠેનામાં કોંગ્રેસ કાર્યાલયને તાળાં મારી દેવાયા
ભાઠેના 80 ફૂટ રોડ પર આવેલી કોંગ્રેસ કાર્યાલયને તાળાં મારી દેવામાં આવ્યા છે. મક્કાઈ પુલ પર આવેલી કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં તોડફોડ બાદ તાળાં મરાયા હોવાની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસમાં ટિકિટની ફાળવણી બાદ કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓના રોષને જોઈ તાળાં મારી દેવાયા હોવાની વાત છે.
પાંડેસરામાં ભાજપના કાર્યાલય પર પોસ્ટરો ફાડ્યા
સુરત ભાજપમાંથી ટિકિટ ન મળતા ડૉ.ઈ. કે. પાટૂલના કાર્યલય ઉપર ઉકળતા ચરું જેવી સ્થિતિ થઈ છે. પાંડેસરામાં આવેલા ડો. ઇ. કે. પાટીલના સમર્થકોએ બીજેપી નેતાઓના પોસ્ટરો ફાડ્યાં છે. ડૉ. ઇ. કે. પાટીલના સમર્થકો દ્વારા દેખાવ કરવામાં આવ્યાં છે. હવે આમ આદમીમાંથી ડો. પાટીલ અને તેમની પેનલ ચૂંટણી લડશે. વિરોધ પક્ષની ડિપોઝિટ પણ ડૂલ થશે દાવો કર્યો છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.